• Gujarati News
  • NCP Calls Sena A 'paper Tiger' Over 'climbdown' On Portfolio

સમાધાન કરીને પ્રધાનપદ લઇ લેવા બદલ એનસીપીએ શિવસેનાને 'કાગળનો વાઘ' કહ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવસેનાનાં સાંસદ અનંત ગીતેએ અંતે નરેન્દ્ર મોદી કેબિનેટમાં ભારે ઉદ્યોગોનાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે ત્યારે એનસીપીએ સેનાને આજે 'કાગળનો વાઘ' કહ્યો હતો અને કહ્યું હતું કે બીજેપીએ આમ કરીને સેનાને ખાતાની ફાળવણીમાં તેની 'સાચી જગ્યા' બતાવી દીધી છે.
બીજેપીનાં મતે શિવસેના ફક્ત એક જ મંત્રાલયને લાયક છે અને તેનાં વાંધાઓનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. શિવસેનાનાં એક માત્ર પ્રધાન અનંત ગીતેએ ભારે ઉદ્યોગ મંત્રાલયનો પોર્ટફોલિઓ લઇને સમાધાન કરવું પડ્યું, તેમ એસીપીનાં પ્રમુખ ભાસ્કર જાધવે જણાવ્યું હતું.
એનડીએમાં 18 સાંસદો સાથે બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી શિવસેના તેને ફાળવવામાં આવેલા પોર્ટફોલિઓને કારણે નારાજ હતી તેમજ વધુ મહત્વપૂર્ણ અને વધારે સંખ્યામાં મંત્રાલયની માગ કરી હતી.
જાધવે એ પણ યાદ કરાવ્યું હતું જ્યારે બીજેપીએ રાજ ઠાકરેનાં પક્ષ એમએનએસનો લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સંપર્ક કર્યો હતો.
એનસીપી મહારાષ્ટ્રમાં આ જ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષની સ્થિતિમાં કોઇ ફેરફાર કરવા માગે છે કે નહીં તે અંગે પૂછવામાં આવતા જાધવે કહ્યું હતું કે તેની જરૂર નથી. કેમ કે ચૂંટણીઓ માટે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.