તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મુંબઈ એરપોર્ટના ટેન્ડરની મુદત વધારવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- નવી મુંબઈ એરપોર્ટના ટેન્ડરની મુદત વધારવા માગ
- સીડકોએ ફેબ્રુઆરીમાં 14,500 કરોડની યોજના માટે ટેન્ડર બોલાવ્યા હતા
- બીડર્સની વિનંતીને પગલે ત્રણ વખત મુદત લંબાવાઈ હતી
- સીડકો બીડર્સની વિનંતી સ્વીકારે તેવી શક્યતા ઓછી
મુંબઈ : નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની યોજનાથી અસરગ્રસ્ત થનારા ગામવાસીઓએ જમીનના અધિગ્રહણ માટે પરવાનગી આપી દીધી હોવાથી આ યોજના આડેના તમામ અંતરાય દૂર થવા છતાં ટેંડર માટે અરજી કરનારાઓએ ચોથી વખત મુદત વધારવાની માગણી કરી છે.સીટી એન્ડ ઈંડસ્ટ્રિયલ ડેવલપમેંટ કોર્પોરેશન (સીડકો) સમક્ષ ટેંડર ભરવા માટે ચોથી વખત મુદત વધારવાની માગણી કરી છે. આ ટેંડર ભરનારાઓ બીડર્સમાં અત્યારે એરપોર્ટ ચલાવનાર અને ટેંડર પ્રક્રિયામાં નકારવાનો પ્રથમ અધિકાર ધરાવનાર જીવીકે ગ્રુપ, ટાટા રિયાલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ છે.

આરએફક્યૂના ફેબ્રુઆરીના રાઉન્ડમાં ઝૂરીચ એરપોર્ટ, ફેરોવીયલ એરોપ્યૂર્ટોસ, ટાટા રિયાલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ (જીવીકે), શ્રેઈ ઈન્ફ્રા ફાઈનાન્સ, સેમસંગ સી એન્ડ ટી, આઈએલ એન્ડ એફએસ, જીએમઆર ગ્રુપ, એસ્સેલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, જેન્સલર ઓફ યુએસ, યુકે ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેંટ અને વિન્સી કન્સેશન્સ ઈંડિયા જેવી કંપનીઓએ તેના બીડ ભર્યા હતાં. આ વર્ષે ફેબ્રુઆરીમાં સીડકોએ 14500 કરોડ રૂપિયાથી વધુની યોજના માટેના ટેંડર્સ ખુલ્લા મૂક્યા હતા અને આરએફક્યૂના સબમિશન માટે જૂન 18 તારીખ નિશ્ચિત કરી હતી.
જો કે ડેડલાઈન બીડર્સની વિનંતીને માન આપી 30 જુલાઈ, 2 સપ્ટેમ્બર અને 31 ઓક્ટોબર એમ ત્રણ વખત લંબાવવામાં આવી હતી. બીડર્સ કંપનીઓએ વધુ એક વખત મુદત લંબાવવાની માગણી કરી છે એ વાતનું સીડકોના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સંજય ભાટિયાએ સમર્થન કર્યું હતું પણ બીડર્સ શા માટે મુદત વધારવાની માગણી કરી રહ્યા છે એની વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.

ગામવાસીઓએ આપેલી પરવાનગી બાદ જમીનના અધિગ્રહણ માટે, પુનર્વસન અને પાવર ટ્રાન્સમિશન લાઈન્સને નવી જગ્યાએ ખસેડવા પર અત્યારે વધારે ધ્યાન છે એમ તેમણે જણાવ્યું હતું. પોતાનું નામ જાહેર ન થવાની ઈચ્છા ધરાવતા સીડકોના અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ વખત ઓલરેડી મુદત વધારવામાં આવી હતી અને યોજના આડેના અંતરાયો દૂર થઈ ગયા હોવાથી કદાચ સીડકો તેમની વિનંતી નહીં સ્વીકારે. બીડર્સની વિનંતીને માન આપી સીડકોએ પહેલાં જ ટેંડર ડોક્યમેંટ્સની પ્રક્રિયાને 2 સપ્ટેમ્બર સુધી ડેડલાઈન વધારી આપી હતી.