ચવ્હાણે મારું મુંબઈ નિર્મળ મુંબઈ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સંગ્રહિત તસવીર)
- ચવ્હાણે મારું મુંબઈ નિર્મળ મુંબઈ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું
- મુંબઈ શહેરને સ્વચ્છ બનાવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સક્રિય બન્યા


મુંબઈ : મુંબઈમાં સારા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોટી મોટી ઈમારતો બની. મુંબઈ આધુનિક શહેર બન્યું છતાં મુંબઈની સાચી જાન અહીંના નાગરિકો છે. મુંબઈના નાના બાળકો દેશનું ભવિષ્ય છે. તેથી જ નાગરિકોને નજર સમક્ષ રાખી મુંબઈમાં મારું મુંબઈ નિર્મળ અભિયાન અમે આજથી શરૂ કરીએ છીએ એવી ઘોષણા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શુક્રવારે ધારાવી ખાતે આ અભિયાનનું ઉદ્ઘાટન કરતી વખતે કરી હતી. સ્વચ્છતા માટે જોઈએ તેટલા રૂપિયા આપશું એમ તેમણે જણાવ્યું હતું.

મ્હાડાની સંકલ્પનામાંથી સાકાર થયેલા આ અભિયાનનો ઉદ્ઘાટન સમારંભ ધારાવીના સંત કકૈયા રોડના શિવરાજ ઉધાન મેદાનમાં પાર પડયો હતો. શુક્રવારે સવારના સ્વાતંત્ર્ય દિવસના ઔચિત્યને સાધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઈ ઉપનગરના પાલક મંત્રી મોહમ્મદ આરિફ નસીમ ખાન, મહિ‌લા અને બાળવિકાસ મંત્રી વર્ષા ગાયકવાડ, મ્હાડાના કોકણ મંડળના સભાપતી માણેકરાવ જગતાપ, શિક્ષક વિધાનસભ્ય કપિલ પાટીલ, સ્થાનિક નગરસેવક વકીલ શેખ, મુંબઈ મહાપાલિકા આયુક્ત સીતારામ કુંટે, મ્હાડાના ઉપાધ્યક્ષ સતીશ ગવઈ, મ્હાડાના ઝૂપડપટ્ટી સુધાર મંડળના આનંદ રાયતે ઉપસ્થિત હતાં.

મુખ્યમંત્રીએ મશાલ સળગાવ્યા પછી એ ચાર વિદ્યાર્થીઓએ આખા મંડપમાં ફેરવી હતી. એ પછી તે મશાલથી મુખ્યમંત્રીએ બન્ને બાજુએ ભવ્ય જ્યોત જલાવી અભિયાનની શરૂઆત થવાની ઘોષણા કરી હતી. આ પહેલાં નજીકની કકૈયા સ્કૂલમાં લગાડવામાં આવેલા પ્રથમ બાયો ટોયલેટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર સચીન તેંડુલકર છે. જોકે વ્યક્તિગત કારણસર એ આ પ્રસંગે હાજર રહી શક્યો નહોતો.
વાંચો આગળ, અભિયાન માટે રૂપીયાની ઓછપ નહી વર્તાય,મુંબઇ માટે ઘણુ બધુ....