તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસલમાનો ‘સમાન નાગરિક ધારા’નું સ્વાગત કરશે તે દિવસે પોતાના કહીશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે જે દિવસે દેશના મુસલમાનો ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા ‘સમાન નાગરિક ધારા’નું સ્વાગત કરશે, તે દિવસે જ અમે તેમને હૃદયથી ‘પોતાના’ કહીશું.

વડાપ્રધાનના નિવેદનની ‘મુસલમાનોને પોતાના કહો’ પર ઠાકરેએ પક્ષના મુખપત્ર ‘સામના’માં પ્રતિક્રિયા આપી છે. ઉદ્ધવે કહ્યું કે કાશ્મીરમાં જે મુસલમાનો પાકિસ્તાન જિંદાબાદનાં સૂત્રો પોકારી રહ્યા છે, આઈએસના ઝંડા ફરકાવી રહ્યા છે, આતંકવાદી બુરહાન વાની માટે શોક વ્યક્ત કરી રહ્યા છે, તેમને પોતાના કેવી રીતે કહીએ?

મરાઠા સમાજમાંથી પ્રેરણા લઈને મુસ્લિમ સમાજ પણ મોરચો કાઢવાની તૈયારીમાં છે. દેશમાં મોરચો કાઢીને મુસ્લિમો દ્વારા હોબાળો અને તોડફોડ કરવી કોઈ નવી ઘટના નથી. પરંતુ મોદી દ્વારા મુસલમાનોને પોતાના સમજવાના નિવેદન બાદ લીલી લુંગી સંભાળતા મોરચા કાઢવાની તૈયારી કરવી એ શું યોગાનુયોગ છેω તેવો પ્રશ્ન પણ શિવસેનાએ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...