તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી થાણે શહેરમાં દસ મિનિટમાં પહોંચી શકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: મુંબઈથી થાણે શહેરમાં જતી વખતે નાગરિકોને થતો પરિવહનનો ત્રાસ દૂર કરીને સરળ અને ઝડપથી પ્રવાસ કરી શકે તે માટે થાણે પહોંચવા માટે બોરrવલી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી થાણે સુધી ભૂગર્ભ માર્ગ કરવા માટે રાજ્યના સાર્વજનિક બાંધકામ મંત્રી એકનાથ શિંદેએ મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં જ આ કામ ચાલુ કરવામાં આવશે, એવી માહિતી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ આપી હતી.

ઉત્તર મુંબઈ પત્રકાર સંઘે આયોજિત કરેલી ચર્ચાના કાર્યક્રમમાં પ્રકાશ સુર્વેએ મુંબઈમાં થાણેથી આવજા કરનારા નાગરિકોને થઈ રહેલી પરેશાની ઉપર પ્રકાશ નાખ્યો હતો. ઘોડબંદર માર્ગ જતી વખતે ટ્રાફિક જામમાં નાગરિકો અટવાઈ જતા હોય છે અને મોટા પ્રમાણમાં સમયનો વેડફાટ થાય છે. તેની ઉપર ઉપાય તરીકે શિંદે પાસે એક પ્રસ્તાવ આપ્યો હતો. તે મંજૂર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી એક ભૂગર્ભ માર્ગ નિર્માણ કરવામાં આવશે. આ માર્ગથી ફકત દસ મિનિટમાં થાણે પહોંચી શકાશે. આ માર્ગમાં વન અને પર્યાવરણ વિભાગની અડચણો આવશે નહીં.

દરમિયાન પશ્ચિમ ઉપનગરોમાંથી પૂર્વ ઉપનગર તરફ અને ત્યાંથી અા તરફ આવજા કરનારાઓની સંખ્યા ખૂબ મોટી છે અને તેમને દાદર માર્ગે જવું પડતું હોવાથી દાદર સ્ટેશન ઉપર પડતો તાણ અને આ બાબતને ટાળવા માટે બોરીવલી અને વસઈ- વિરારથી કર્જત- કસારા તરફ વસઈ- દિવા માર્ગે લોકલ પરિવહન ચાલુ કરવાની માગણી રેલવે મંત્રી સુરેશ પ્રભુની પાસે કરી છે. વસઈ-દિવા માર્ગે બોરીવલી અને વસઈ-વિરારથી કર્જત-કસારા લોકલ પરિવહન ચાલુ કરવામાં આવતાં પુણે-નાશિક તરફ વધુ જલદીથી પહોંચી શકાશે.

પર્યાવરણમંત્રી રામદાસ કદમના માર્ગદર્શન હેઠળ માગઠાણે મતદાર સંઘ અને એક્સપ્રેસ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં લોકોપયોગી કામો અમે કરી રહ્યાં છીએ. વનમંત્રી સુધીર મુનગંટીવારે બે કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ અત્યારે કર્યો તે સારું જ છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે અને રામદાસભાઈના માર્ગદર્શન હેઠળ અમે ગયા વર્ષે એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા મતદાર સંઘમાં પૂર્ણ કરીને તે ઝાડને જીવિત રાખ્યાં છે. અત્યાધુનિક પ્રશાસનગૃહો સુદ્ધાં બનાવ્યાં છે. મહામાર્ગ ઉપરથી આવજા કરનારાઓને તેનો લાભ થવો જોઈએ તે અમારો હેતુ છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રોજ ચાલવા માટે આવનારા લોકોમાં અચાનક ઈજા થતાં અથવા ગંભીર રીતે બીમાર પડતાં તેમને તાત્કાલિક તબીબી મદદ મળવી જોઈએ તે માટે અત્યાધુનિક એમ્બ્યુલન્સ તહેનાત કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો