મુંબઈ: પુણેના વિદ્યાર્થીઓનો સ્વંયમ અવકાશમાં જશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ભારતીય અવકાશ સંસોધન સંસ્થા (ઈસરો) દ્વારા શ્રીહરીકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કાર્ટોસેટ-2સી લોન્ચરનો ઉપયોગ કરીને 20 ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકાશે, જેમાં પુણેની કોલેજ (સીઓઈપી)ના વિદ્યાર્થીઓએ વર્ષોની મહેનતથી સાકાર કરેલા પીએસએલવીસી-34 ઉપગ્રહ ‘સ્વયમ’નો પણ સમાવેશ થાય છે. બુધવારે સવારે 9.25 વાગ્યે આ ઉપગ્રહો અવકાશમાં મોકલાશે. આ 20 ઉપગ્રહોમાંથી 18 વિદેશી છે, જ્યારે 1 તામિલનાડુની સત્યભામા યુનિવર્સિટીના કેટલાક પ્રાધ્યાપકો દ્વારા સાકાર કરવામાં આવેલા ઉપગ્રહનો સમાવેશ થાય છે.

પુણેનો ઉપગ્રહ ‘સ્વયમ’ 2008થી અનુભવી વિજ્ઞાનીઓની મદદથી સીઓઈપીની વિદ્યાશાખા અને એન્જિનિયરિંગની તમામ શાખાના 176 વિદ્યાર્થીઓએ સખત જહેમત ઉઠાવીને સાકાર કર્યો છે. દર વર્ષે નવા નવા આવતા વિદ્યાર્થીઓ તેમાં યોગદાન આપતા હતા. ઈસરોએ તેની પર નિગરાણી રાખી હતી, એમ પ્રોજેક્ટના એક સભ્ય ચિરાગ જોશીએ જણાવે છે.

સૌપ્રથમ પેસિવ એટિટ્યુડ કંટ્રોલ સિસ્ટમ

ઉડાણ ભર્યા પછી ઉપગ્રહ અસ્થિર બની જાય છે. તેને સ્થિર રાખવા માટે મેગ્નેટોર્કર્સ સિસ્ટમનો ઉપયોગ કરાય છે, જે ભારે હોય છે અને વીજ વધુ ઉપભોગ કરે છે. આથી વીજ ઓછો ઉપભોગ કરવા અને ઉપગ્રહને સ્થિર રાખવા માટે હિસ્ટેરેસિસ રોડ્સ અને લોહચુંબકનો ઉપયોગ કરાયો છે, જે ભારતમાં સૌપ્રથમ પેસિવ એટિટ્યુડ કંટ્રોલ સિસ્ટમ છે. તેનો હેતુ ઉપગ્રહને સ્થિર રાખવાનો અને તેનું એન્ટીના સંદેશવ્યવહાર માટે પૃથ્વી તરફ હંમેશાં સંકેત કરે તેની ખાતરી રાખવાનું છે.

ઉડાણ સમયે બે ભારતીય વિદ્યાર્થીઓ મોજૂદ રહેશે

ઉડાણ સમયે 13 વિદ્યાર્થી મોજૂદ રહેશે, જેમાં બે ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ રહેશે. સ્વયમ સાકાર કરવાનો સૌથી મોટો પડકાર એ હતો કે આ શોધ દરમિયાન વિદ્યાર્થીઓ બદલાતા જાય તેમ નવા આવનારને ત્યાં સુધીની માહિતીથી અવગત કરવાના હતા, જે ટીમવર્કથી સફળ થયું છે.

ઈસરોએ કોલેજને બીજો પ્રોજેક્ટ આપ્યો

ઈસરોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને બીજો પ્રોજેક્ટ પણ આપી દીધો છે. આ પ્રોજેક્ટમાં ઉપગ્રહ ચલાવવા માટે તેમણે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનો છે. એક બાજુ સ્વયમ ઉડાણ ભરવાની તૈયારીમાં છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ બીજા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે.

ભારતમાં સૌથી ઓછા વજનનો બીજો ઉપગ્રહ

ભારતમાં બનેલો સૌથી ઓછા વજનનો આ બીજો ઉપગ્રહ છે. તેનું વજન 990 ગ્રામ હોઈ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પ્રત્યેકી 10 સેન્ટિમીટર છે. આને કારણે તેમને પાઈકો- સેટેલાઈટ પણ કહેવાય છે. 6 સોલાર પેનલની મદદથી ઉપગ્રહ કાર્યરત રહેશે. આ પેનલ પ્રત્યેકી ફક્ત 2 વેટ વીજ પેદા કરે છે. જોકે વીજનો વધુ ઉપભોગ ટાળવા માટે વિદ્યાર્થીઓએ ઉપગ્રહને સ્થિર રાખવા માટે લોહચુંબક અને હિસ્ટેરેસિસ રોડ્સનો ઉપયોગ કર્યો છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 50 લાખનો ખર્ચ આવ્યો છે, પરંતુ પરીક્ષણ અને ભૂલોની સુધારણા, પરીક્ષણ માટે વિવિધ સ્થળે જવા- આવવાનો પ્રવાસ ખર્ચને લીધે આટલો ખર્ચ થયો છે. જો બીજી વાર આ જ ઉપગ્રહ સાકાર કરવાનો હોય તો અડધોઅડધ ખર્ચમાં થઈ શકે છે, એમ સીઓઈપીના સ્ટુડન્ટ સેટેલાઈટ ગ્રુપના ફેકલ્ટી ઈનચાર્જ એમ વાય ખલદકરે જણાવ્યું હતું.

ઉપગ્રહ એક વર્ષ કાર્યરત રહેશે

ઉપગ્રહનું લક્ષ્ય વિશ્વસનીય દ્વિદિશાકીય સંદેશવ્યવહાર મંચ વિકસાવવાનું છે. આ ઉપગ્રહ ઉડાણ ભર્યા પછી સાધારણ રીતે એક વર્ષ કાર્યરત રહેશે. ઉડાણ ભર્યા પછી 45 મિનિટે એન્ટીની નિશ્ચિત જગ્યા પર આવશે. આ પછી ઉપગ્રહ અને સીઓઈપીમાં ઊભા કરવામાં આવેલા નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક થવા માટે 15 દિવસનો સમય લાગશે.

વિચારનો જન્મ ક્યાંથી થયો

આઈઆઈટી દ્વારા તેમના ઉપગ્રહ માટે ભૂ મથક બનાવવા માટે સીઓઈપીનો સંપર્ક કરાયો હતો. આરંભિક વિદ્યાર્થીઓ નિશ્ચચ મ્હાત્રે, અભિષેક બાવિષ્કર, મોહિત કર્વે વગેરેએ તે સમયે પોતાનો ઉપગ્રહ અવકાશમાં હોય એવો સંકલ્પ કર્યો હતો. આ પ્રસ્તાવ સીઓઈપીની નિર્ણય લેતી સંસ્થા પાસે આવ્યો હતો. જાન્યુઆરી 2009માં તેને મંજૂરી મળતાં કામ શરૂ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...