તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ પક્ષ પોતે ડૂબ્યો પરંતુ અમને પણ જોડે લઈને ડૂબ્યો: પ્રફુલ્લ પટેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસે કોઈ પણ ભ્રષ્ટાચાર કે ગોટાળા કર્યા નથી. જોકે અમારી પર ગોટાળાના આરોપ અને અમારી પાછળ તપાસની ભૂત કોંગ્રેસના નેતાઓએ લગાવ્યું એવો આરોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આજે કર્યો હતો.
કોંગ્રેસને શિવસેના- ભાજપ કરતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ વધુ વધુ સારા લાગતા

અમારી સરકાર રાજ્યમાં સત્તા પર હતી ત્યારે કોંગ્રેસને શિવસેના- ભાજપ કરતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ વધુ વધુ સારા લાગતા હતા. પૃથ્વીરાજ ચવ્હાણ જેવા કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રવાદીને ત્રાસ આપવા માટે તપાસનું ભૂત પાછળ લગાવી દીધું હતું, એવો આરોપ પ્રફુલ્લ પટેલે કર્યો હતો. લઘુમતી, દલિતો કોંગ્રેસ જોડે હોય છે. કોંગ્રેસ જ જૂનો પક્ષ છે એવું કહેવાય છે, પરંતુ હવે એવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસનું વર્ચસ ક્યાં છે એવી સ્થિતિ રહી નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકરોને એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે આરોપ કર્યા હતા. કોંગ્રેસ પક્ષ પોતે ડૂબ્યો પરંતુ અમને પણ જોડે લઈને ડૂબ્યો. રાષ્ટ્રવાદી કોંગ્રેસે ફરી ઊભરી આવશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો