તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીમંડળનું વિસ્તરણ એટલે ભ્રષ્ટાચારનું વિસ્તરણ: વિપક્ષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: ભાજપના નેતાઓમાં આપસમાં સંવાદ નથી. આ સરકાર ટ્વિટર પર ચાલે છે, મંત્રીમંડળનું વિસ્તરણ એ ખરેખર તો ભ્રષ્ટાચારનું વિસ્તરણ છે, એમ વિરોધી પક્ષા નેતાઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ અને ધનંજય મુંડેએ રવિવારે જણાવ્યું હતું. વિધાનમંડળનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે તેની પૂર્વસંધ્યાએ વિરોધી પક્ષોએ સત્તાધારીઓની ટીકા કરીને ગૃહમાં આક્રમક બનવાનાં એંધાણ આપ્યા હતા. આ સમયે પૃથ્વીરાજ ચવ્હાણ, નારાયણ રાણે, સુનિલ તટકરે, અજિત પવાર, દિલીપ વળસે પાટીલ, જયંતરાવ પાટીલ, અબુ અસીમ આઝમી, કપિલ પાટીલ, જોગેન્દ્ર કવાડે, શરદ રણપિસે, ભાઈ જગતાપ, સંજય દત્ત, શશીકાંત શિંદે હાજર હતા. અહમદનગરમાં સગીર બાળા સાથે દુષ્કર્મની ઘટના પરથી પણ વિરોધી પક્ષ નેતાઓએ હલ્લાબોલ કર્યો હતો. તેમણે મુખ્ય મંત્રીને નિશાન બનાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે અહમદનગરના કરજત ખાતે દુષ્કર્મ અને હત્યાની ઘટના માનવતા પર કલંક સમાન છે. પીડિતાને પરિવારની મુલાકાત લેવા માટે મુખ્ય મંત્રીને સમય નથી અને ગૃહ મંત્રી પરિવારની મુલાકાતે જતા નથી. રાજ્યમાં સ્વતંત્ર ગૃહ મંત્રી હોવો જોઈએ, એવી માગણી તેમણે કરી હતી. કોપર્ટી દુષ્કર્મ અને હત્યા પ્રકરણનો આરોપી સંતોષ ભવાળ સાથે પાલક મંત્રી રામ શિંદેનો ફોટો વાઈરલ થતાં વિરોધી પક્ષે શિંદેને નિશાન બનાવ્યા હતા. આ પ્રકરણે શિંદેએ રાજીનામું આપવું જોઈએ અને પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

દરમિયાન ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મુખ્ય મંત્રીએ રાખેલા ચાપાન કાર્યક્રમનો વિરોધી પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. આ સરકારનો કારભાર અત્યંત નિંદનીય હોવાથી અમે ચાપાના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન કોપર્ટી દુષ્કર્મ કેસમાં પોલીસે જિતેંદ્ર બાબુલાલ શિંદે અને સંતોષ ગૌરખ ભવાળની ધરપકડ કરીને રવિવારે કોર્ટમાં હાજર કર્યા ત્યારે સ્થાનિકોએ ઈંડાંફેંક કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ બંનેને કોર્ટે રિમાંડ પર લેવાનો આદેશ આપ્યો હતો. આ પ્રકરણના વિરોધમાં કરજત, શ્રીગોંદા અને જામખેડમાં રવિવાર બંધ પાળવામાં આવ્યો હતો અને રસ્તા રોકો આંદોલન કરાયું હતું. આ પ્રકરણ પણ ગૃહમાં ઊછળશે એવા સંકેત મળી રહ્યા છે.વિરોધી પક્ષ નેતાઓએ રવિવારે પત્રકારોને સંબોધન કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો