તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: હવે મંડળોની વિધાન પરિષદમાં પ્રતિનિધિત્વની માગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: રસ્તાઓ પર મંડપ બાંધવાની પરવાનગી, રસ્તા પર ખાડા, મહાપાલિકા અને પોલીસના આકરા નિયમોને લીધે આ વખતે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની હાલત ભારે કફોડી બની ગઈ હતી. તેની પર ઉપાય તરીકે આ મંડળોએ વિધાનમંડળ અને મહાપાલિકામાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવી માગણી શરૂ કરી છે. આ માટે શહેરનાં 11 હજારથી વધુ મંડળોનું પ્રતિનિધિત્વ કરનારી બૃહદ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ મુખ્ય મંત્રીને પત્ર લખવાની પણ તૈયારી કરી રહી છે.

મુંબઈમાં આશરે 1160 ગણેશ મંડળોને આ વખતે રસ્તા પર મંડપ બાંધવાની પરવાનગી નથી. મંડળોએ પોતાને નડનારી સમસ્યાઓનું ઉકેલ લાવવા માટે સમન્વય સમિતિની મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક થઈ હતી. મહાપાલિકા અધિકારીઓ સાથે પણ બેઠકો યોજાઈ હતી. આમ છતાં સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. વિધાન પરિષદમાં શિક્ષક, પદવીધર માટે પ્રતિનિધિત્વ છે. તે જ રીતે ગણેશોત્સવ મંડળોને પણ પ્રતિનિધિત્વ મળે એવી માગણી કરવામાં આવી રહી છે. મહાપાલિકામાં પણ સ્વીકૃત નગરસેવક છે. ત્યાં પણ જગ્યા રાખી શકાશે, એવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે.

દરમિયાન સમન્વય સમિતિની આ માગણી બાબતે રાજકીય પક્ષોમાં નારાજી છે. સમિતિની માગણી અનુસાર નગરસેવકોની નિયુક્તિ થઈ તો દરેક સમસ્યા પર એક સ્વીકૃત નગરસેવક નીમવો પડશે, એવું મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું. અન્ય પક્ષોની પ્રતિનિધિઓએ પણ આ માગણી બાબતે નારાજી વ્યક્ત કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો