તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલ શર્માએ પીએમ મોદીને ટ્વિટ કરીનેપૂછ્યું, 'આ જ છે અચ્છે દિન?'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ મહાપાલિકાના અધિકારી પર લાંચનો આરોપ મૂકતાં રાજકીય વિવાદ સર્જાયો છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબમાં પૂછ્યું હતું કે લાંચ માગનારાના નામ જણાવો. કપિલ અનુસાર તેની ઓફિસ બનાવવા માટે આવશ્યક રહેલી પરવાનગી આપવા પહેલાં મનપા અધિકારીએ પાંચ લાખની લાંચ માગી. તેની ફરિયાદ કપિલે સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરી હતી. તેણે ટ્વિટ કરી મોદીને પૂછ્યું કે - શું આ જ છે અચ્છે દિન?
કપિલે સીધી ફરિયાદ વડા પ્રધાન મોદીને ટ્વિટરના માધ્યમથી કરી હતી

કપિલ શર્મા મુંબઈમાં પોતાની એક ઓફિસ ઊભી કરવા ઈચ્છુક છે. તે માટે મહાપાલિકાની રીતસર પરવાનગી લેવી આવશ્યક છે. આથી કપિલ શર્માએ પોતાની ઓફિસની પરવાનગી મેળવવા બાબતે વિચારણા કરી હતી ત્યારે એક અધિકારીએ તેની પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી. તેને લીધે રોષે ભરાયેલા કપિલે સીધી ફરિયાદ ન ખાઉંગા અને ન ખાને દૂંગા એવી ઘોષણા દેનારા વડા પ્રધાન મોદીને ટ્વિટરના માધ્યમથી કરી હતી. હું છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત 15 કરોડ રૂપિયા ઈન્કમ ટેકસ ભરી રહ્યો છું. એમ છતાં પણ મારી ઓફિસ બનાવવા માટે મહાપાલિકાના અધિકારીને પાંચ લાખ રૂપિયાની લાંચ આપવી પડે છે. શું આ જ છે આપના અચ્છે દિન? એમ તેમાં જણાવ્યું હતું.

કપિલની ટવીટને નેટિઝનોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જોકે વડા પ્રધાન મોદીએ આ સંદર્ભે ટવીટર ઉપરથી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ શર્માના આ ટવીટને રિટવીટ કર્યું છે. અન્ય રાજકીય નેતાઓ પણ કપિલના ટવીટ ઉપરથી મોદીને લક્ષ્ય કરશે તેવી શક્યતા છે. કપિલની ટવીટ પછી હેશટેગ કપિલશર્માના ટવીટર ઉપર ટ્રેન્ડિંગ ટોપિક છે.
મહાપાલિકાએ અગાઉ નોટિસ બજાવી હતી

પોતાના કાર્યાલયના બાંધકામ માટે મહાપાલિકાના અધિકારીએ પાંચ લાખની લાંચ માગી હોવાનો આરોપ કરનારા કોમેડી કિંગ કપિલ શર્માનો દાવ તેની ઉપર જ ઊલટો પડ્યો છે. જે બાંધકામ માટે લાંચ માગી હોવાનો આરોપ કપિલ શર્માએ કર્યો હતો તે બાંધકામ ગેરકાયદેસર હતું અને તે સંબંધી 16 જુલાઈ, 2016ના રોજ નોટિસ પણ મોકલાવી હતી, એવી માહિતી મહાપાલિકાએ આપી હતી.
આ નોટિસમાં કપિલ શર્માને બાંધકામને તાત્કાલિક રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસની એક કોપી વર્સોવા પોલીસને મોકલાવવામાં આવી છે. મહાપાલિકાએ આપેલી માહિતીને લીધે ફરિયાદ કરીને કપિલ શર્માએ પોતાની મુશ્કેલીઓ વધારી હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક સામાજીક કાર્યકર્તા રાજેશ મુદગલે પણ કપિલ શર્માની ઓફિસનું બાંધકામ ગેરકાયદેસર હોવાનો દાવો કર્યો છે. વર્સોવામાં આ ઓફિસનું બાંધકામ ચાલી રહ્યું છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો કોણે શું કહ્યું ?....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો