તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: એક સપ્તાહમાં રાજ્યમાં ચોમાસુ પુનરાગમન કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: એક સપ્તાહમાં મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસુ પુનરાગમન કરશે એવી આગાહી વેધશાળાએ કરી છે. જૂનનો અડધો મહિનો કોરો ગયા પછી જુલાઈમાં વરસાદે જોરદાર હાજરી નોંધાવી હતી. જોકે ઓગસ્ટના આખા મહિનામાં ફરીથી રાજ્ય તરફ વરસાદે પીઠ ફેરવી હતી. હવે વરસાદ એક સપ્તાહમાં પુનરાગમન કરશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
અનુકૂળ વાતાવરણ ન હોવાથી વચ્ચે વચ્ચે ઝરમાર વરસાદ

ઓગસ્ટમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ન હોવાથી વચ્ચે વચ્ચે ઝરમાર વરસાદ પડતો રહ્યો હતો. આ સિવાય ઓગસ્ટ મહિનામાં ઓક્ટોબર જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. જોકે હવે લગભગ એક સપ્તાહ પછી ફરીથી વરસાદ પડવાની સંભાવના છે, એવી માહિતી પ્રાદેશિક હવામાન ખાતાના સંચાલક વી કે રાજીવે આપી હતી.
દેશમાંથી ચોમાસાએ હજી વિદાય લેવાનું શરૂ કર્યું નથી

જોકે, હવે જે વરસાદ આવશે તે ચોમાસાની વિદાયનો નહીં હશે. કારણ કે દેશમાંથી ચોમાસાએ હજી વિદાય લેવાનું શરૂ કર્યું નથી. આ માટે થોડો સમય વાટ જોવી પડશે. જોકે હાલમાં મોટો વરસાદ પડવાની શક્યતા પણ નથી એમ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે મુંબઈગરાઓએ સરેરાશ કરતાં વધુ વરસાદનો સામનો કર્યો હોવા છતાં તેમણે પાણી ભરાવા સિવાય
વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી.

જળાશયોમાં સંતોષકારક પાણી

દરમિયાન મુંબઈગરાને આ વખતે પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એવી સંભાવના છે, કારણ કે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા સાતેય જળાશયોમાં સંતોષજનક પાણી છે. મોડક સાગર, તાનસા, વિહાર. તુલસી, અપ્પર વૈતરણા, ભાતસા, મધ્ય વૈતરણા તેની સંપૂર્ણ સપાટીએ છલકાયાં છે. ગયા વર્ષે આજના દિવસે તેમાં 980480 મિલિયન લિટર પાણી હતું, જે આ વખતે 1399466 મિલિયન લિટર છે. આથી આ વખતે પાણીની તંગીનો સામનો નહીં કરવો પડશે, એમ પાણી ખાતાએ જણાવ્યું હતું.

મુંબઈમાં 90 ટકા વરસાદ

મુંબઈમાં આ વર્ષે હમણાં સુધી 90 ટકા વરસાદ પડ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળા સુધી ફક્ત 63 ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે વધુ વરસાદ છતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો