• Gujarati News
  • Mumbai Launch The First National Film Tourism Konkalevano

પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પર્યટન કોન્કલેવનો મુંબઈમાં શુભારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ફિલ્મોધ્યોગની સર્વોચ્ચ વેપાર સંસ્થા ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઈ) દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ટુરીઝમ કોન્કલેવ (આઈઆઈએફટીસી ૨૦૧૩)ની પ્રથમ આવૃત્તિનો બુધવારે મુંબઈમાં શુભારંભ થયો હતો.

દીપ પ્રજજવલન સમયે ફિલ્મકાર સુભાષ ઘાઈ, નિર્માતા ટી. પી. અગરવાલ અને રિલાયન્સ બગિ એન્ટરટેઈનમેન્ટના અમિત ખન્ના હાજર રહ્યા હતા.

આઈઆઈએફટીસી ૨૦૧૩ ભારતની પ્રથમ બહુશહેરી ફિલ્મ પર્યટન પહેલ છે, જે મુંબઈ પછી ચેન્નાઈ, હૈદરાબાદમાં પણ જશે. આઈઆઈએફટીસી ૨૦૧૩માં સાઈપ્રસ, ઓમાન, ફજિી, ઈજપિ્ત, કોરિયા અને ભારતીય રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને નવી દિલ્હીનો સહભાગ જોવા મળ્યો છે. ફિલ્મ પર્યટન સંબંધી વિવિધ પ્રવૃત્તિઓ આ દરમિયાન હાથ ધરાશે, એમ એફએફઆઈના પ્રમુખ બજિય ખેમકાએ જણાવ્યું હતું. ફિલ્મ અને પર્યટન ઉદ્યોગ વચ્ચે અમે સેતુ તૈયાર કરવા માગીએ છીએ, એમ આઈઆઈએફટીસીના ડાયરેકટર હર્ષદ ભાગવતે જણાવ્યું હતું.