તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે. જે.ના ડીન ડો. લહાનેને આખરે ર્કોટના આગોતરા જામીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જે. જે.ના ડીન ડો. લહાનેને આખરે ર્કોટના આગોતરા જામીન
- જામીન આપવા કે નહીં તે બાબતનો ચુકાદો ર્કોટે ગુરુવાર પર મોકૂફ રાખ્યો


સર જે. જે. હોસ્પિટલના ડીન ડો. તાત્યારાવ લહાનેને આખરે સેશન્સ ર્કોટે આગોતરા જામીન આપ્યા છે. જામીન આપવા કે નહીં તે બાબતનો ચુકાદો ર્કોટે ગુરુવાર પર મોકૂફ રાખ્યો હતો. ગુરુવારે તેમને રૂ. ૧પ,૦૦૦ની શ્યોરિટી પર આગોતરા જામીન અપાયા હતા. ડો. લહાનેએ સફાઈ કર્મચારીને જાતિવાચક અપશબ્દ ઉચ્ચાર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડો. લહાનેએ આ પ્રકરણે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.

બુધવારે આ કેસની સુનાવણી આવી હતી. જોકે તેનો ફેંસલો ર્કોટે ગુરુવાર પર મોકૂફ રાખ્યો હતો. સફાઈ કર્મચારી નારાયણ વાઘેલાએ ડો. લહાને વિરુદ્ધ એટ્રોસિટી કાયદા અનુસાર ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણે ર્કોટ નિર્દેશ નહીં આપે ત્યાં સુધી જે. જે. હોસ્પિટલ સંકુલમાં પ્રવેશ નહીં કરશે એવી ખાતરી ડો. લહાનેએ આપી છે. આ સંપૂર્ણ કેસમાં પોતાને ઈરાદાપૂર્વક ફસાવવામાં આવ્યા હોવાનું ડો. લહાનેનું કહેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો