તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોપર્ડી દુષ્કર્મ પ્રકરણ: વિરોધીઓની ગાજવીજ, મુખ્ય મંત્રી દ્વારા તપાસનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: રાજ્યમાં માતાબહેનો પર નજર નાખવાની કોઈની હિંમત થવી ન જોઈએ એવો ડર નિર્માણ કરતા કાયદાની જરૂર હોવાનું રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારે જણાવ્યું હતું. વિધાનમંડળના ચોમાસુ સત્રની શરૂઆત સોમવારથી થઈ હતી. કોપર્ડી ખાતે દુષ્કર્મની ઘટના પર ચર્ચાથી સત્રની શરૂઆત થઈ હતી. વિરોધીઓએ સ્થગિતી પ્રસ્તાવ રજૂ કરીને કોપર્ડી ખાતેના દુષ્કર્મ ઘટના પર ચર્ચાની માગણી કરી હતી.


13 જુલાઈના કર્જત તાલુકાના કોપર્ડી ખાતે સગીર વયની કિશોરી પર દુષ્કર્મ કરીને એની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે જનતામાં ક્રોધ ઉમટ્યો છે. એના પડઘા વિધાનમંડળમાં પણ પડ્યા હતા. કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ સહિત વિરોધીઓએ આ ગંભીર મુદ્દો હોવાથી સ્થગિતી પ્રસ્તાવ રજૂ કરીને એના પર ચર્ચા થવી જોઈએ એવી ભૂમિકા લીધી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે નિવેદન આપ્યા પછી વિરોધીઓએ ધમાલ મચાવી હતી. ફક્ત નિવેદન આપીને પતાવી નાખવા જેવો આ વિષય ન હોઈ ચર્ચા કરીને કડક કાયદો થવો જોઈએ એવા શબ્દોમાં વિરોધીઓએ મુખ્યમંત્રી પર પસ્તાળ પાડી હતી.

કોપર્ડી પ્રકરણ પર આજે જે ચર્ચા થવી જોઈએ એવી ભૂમિકા ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે મુખ્યમંત્રીના નિવેદન પછી લીધી હતી. પીડિતાના કુટુંબને મુખ્યમંત્રી સહાયતા ભંડોળમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક મદદ અને મનોધૈર્ય યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની મદદ આપવાની ઘોષણા મુખ્યમંત્રીએ સભાગૃહમાં કરી હતી. ઉપરાંત એડવોકેટ ઉજ્જવલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણુક કરવામાં આવશે એવી પણ ઘોષણા કરી હતી.

સરકારી વકીલ ઉજ્જવલ નિકમને કેસ સોંપાશે

આ પ્રકરણ ફાસ્ટ ટ્રેક પર લઈને એડવોકેટ ઉજ્જવલ નિકમને સરકારી વકીલ તરીકે કામ કરવાની વિનંતી કરવામાં આવશે. એ સાથે પીડિત કિશોરીના કુટુંબને મદદ કરવામાં આવશે એવું આશ્વાસન મુખ્યમંત્રીએ આપ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નગર જિલ્લામાં હંમેશા કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન નિર્માણ થાય છે અને એને જાતીવાદનો રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ખોટુ હોઈ રાજકીય પક્ષો, સંગઠનોએ જાતીય તણાવ નિર્માણ થાય નહીં એનું ધ્યાન રાખવું એવી વિનંતી ફડણવીસે કરી હતી. નગરમાં આવી ઘટનાઓ વારંવાર શા માટે બને છે એના મૂળમાં જવાનો પ્રયત્ન કરવામાં આવશે. મારી બધાને વિનંતી છે કે આરોપીઓની જાત ન જુઓ એમ મુખ્યમંત્રીએ વિધાનમંડળના ચોમાસુ સત્ર પહેલાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તપાસ ઘનશ્યામ પાટીલને સોંપાવામાં આવી

આ ગુનાની તપાસ શરૂઆતમાં ઉપવિભાગીય પોલીસ અધિકારી વિજયા લગારે કરતા હતા. આંદોલકોરીઓના દબાણ પછી તપાસ જિલ્લા પોલીસ ઉપઅધિક્ષક ઘનશ્યામ પાટીલને સોંપાઈ હતી. સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણુકની માગણી સ્વીકારી હતી.

વિધાન પરિષદમાં પણ સ્થગિતી પ્રસ્તાવ

વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા ધનંજય મુંડેએ સ્થગિતી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી પાસેના ગૃહ ખાતાના બાર વાગી ગયા છે. નાગપુર જ અસુરક્ષિત છે તો રાજ્યનું શું થશે એ મુજબની ગંભીર ટીકા નારાયણ રાણેએ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો