તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્લેવર્સે નાની રોકડ ખરીદીનો પણ રેકોર્ડ રાખવો પડશે: કેન્દ્રનો નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: કાળું નાણું બહાર કાઢવા તથા તેનું વધુ સર્જન રોકવા માટે કેન્દ્ર સરકારે વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી શરૂ કરી છે, જે અંતર્ગત સોનાની કોઈપણ રોકડ ખરીદી વિશે જ્વેલર્સોએ માહિતી આપવી પડશે. નાની રકમની રોકડ ખરીદી હોય તો પણ જ્વેલર્સોએ તેની નોંધ રાખીને સંબંધીત તંત્રને આપવી પડશે.

કેન્દ્ર સરકારે અત્યાર સુધી બે લાખથી અધિકની રોકડ ખરીદી પર પેન નંબરથી માંડીને ગ્રાહકની તમામ વિગતો રાખવાનો આદેશ જારી ર્ક્યો જ હતો. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહક ગમે તેટલી નાની-મોટી રકમની રોકડમાં ખરીદી કરે તો પણ તેની નોંધ રાખવી પડશે અને આખા વર્ષમાં સંબંધિત ગ્રાહકની ખરીદી બે લાખથી અધિક થાય છે કે કેમ તે ચકાસવું પડશે. જ્વેલર્સો રોકડ ખરીદી વિશે માહિતી એકત્રિત કરી છે કે કેમ તે વિશે આવકવેરા વિભાગ ઝવેરીઓ પર વોચ રાખશે.

પ્રવર્તમાન કાયદા પ્રમાણે સોનાની બે લાખથી અધિકની રોકડ ખરીદી કરનારા ગ્રાહકોના પેનકાર્ડ લેવાનું જ્વેલર્સો માટે ફરજિયાત છે, પરંતુ રોકડ ખરીદી બે લાખથી ઓછી હોય તો પેનકાર્ડ કે અન્ય કોઈ માહિતી આપવાની થતી નથી. આવકવેરા વિભાગના એડિશનલ ડાયરેક્ટર પ્રીથાબ્રાટા પ્રમાણિકતા કહેવા પ્રમાણે બે લાખથી ઓછી રોકડ ખરીદીમાં કોઈ માહિતી રજૂ કરવી પડતી ન હોવાના નિયમથી કરચોરોને છટકબારી મળી રહે છે. બે લાખથી ઓછી રકમની રોકડમાં ખરીદી કરીને નિયમમાંથી છટકી જાય છે. વારંવાર બે લાખથી ઓછી રકમની ખરીદી કરે છે. કુલ ખરીદીનો આંકડો ઘણો મોટો થઈ જાય છે અને ક્યાંય નોંધ થતી નથી. આવકવેરા વિભાગ પણ અંધારામાં જ રહે છે.

તેઓએ કહ્યું કે ગ્રાહકો દ્વારા કાળા નાણાં મારફત સોનામાં થતા રોકાણને રોકવા માટે જ્વેલર્સોને વધુ જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્વેલર્સો હવે તેમની દુકાનથી રોકડમાંથી તમામેતમામ નાની-મોટી ખરીદીનો રેકોર્ડ રાખવો પડશે. આખા વર્ષ દરમિયાન ગ્રાહકની રોકડ ખરીદી બે લાખના આંકડાને વટાવી જાય તો તેની પાસેથી પાનકાર્ડ મેળવવું પડશે. ગ્રાહક પાસે પેનકાર્ડ ન હોય તો ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ જેવા અન્ય ઓળખપત્રો મેળવવા પડશે.

ગ્રાહક પાસે કોઈપણ પ્રકારના ઓળખપત્રો ન હોય તો તે સંજોગોમાં જ્વેલર્સોએ ગ્રાહક પાસેથી ફોર્મ નંબર 60 ભરાવવું પડશે અને રેકોર્ડમાં રાખવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા જ્વેલર્સો પર વધુ એક જવાબદારી પણ નાખવામાં આવી છે જે અંતર્ગત ગ્રાહકો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો સાચા છે કે કેમ તેની ખરાઈ ઝવેરીઓએ જ કરવી પડશે. તેઓએ જણાવ્યું હતું કે દેશમાં કાળાં નાણાં તથા સોનાનો આંકડો ચકાસવા તથા તેની પર અંકુશ મૂકવાનો આશય છે. આવકવેરા વિભાગ દ્વારા ઝવેરીઓની સોનાની ખરીદીના આંકડા મેળવવામાં આવતા જ હોય છે એટલે તેઓના વેચાણ પર વોચ રાખવાનું સરળ બની ગયું છે.

કાળાં નાણાંને ડામવા માટે કટેલાંક વખતથી સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જ્વેલર્સોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા છે. બે લાખથી અધિકની રોકડ ખરીદીમાં પાનકાર્ડ મેળવવાનું ફરજિયાત બનાવવાના નિયમ સામે જ્વેલર્સોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ મર્યાદા વધારી દેવા થોકબંધ રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું ત્યાં હવે તમામ પ્રકારની રોકડ ખરીદી માટે નવો નિયમ નક્કી થતા તીવ્ર પ્રત્યાઘાટો પડવાની આશંકા સેવવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો