તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન ધર્મે વિશ્વને મહાન મૂલ્યોની શીખ આપી છે: ફડણવીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાણે: પર્યુષણ પર્વમાં ઉપવાસ અને અહિંસાનું મહત્ત્વ ખૂબ મોટું હોવાથી જેમણે ઉપવાસ કર્યા હોય તેવા તપસ્વીઓના દર્શનનો લાભ અને આશીર્વાદ મને મળ્યો છે મારું અહોભાગ્ય છે એવા શબ્દોમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની ભાવના વ્યકત કરી હતી. બુધવારે સવારે થાણે ખાતે સિંઘાનિયા સ્કૂલ ખાતે મુખ્યમંત્રીએ જૈન પર્યુષણ સિદ્ધિતપ પારણાં નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આવીને ઉપવાસ રાખનારા જૈન બાંધવોની મુલાકાત કરી હતી. તેમ જ રાજસ્થાનમાંથી ખાસ આ કાર્યક્રમ માટે આવેલા શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા.

જૈન પર્યુષણ સિદ્ધિતપ પારણાં કાર્યક્રમમાં મુખ્ય મંત્રી

મુખ્ય મંત્રીએ તે સમયે ઉપવાસ રાખનારા જૈન બંધુઓ અને ભગિનીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જૈન ધર્મમાં મિચ્છામિ- દુક્કડમ એમ કહીને ક્ષમા માગવામાં આવે છે. આ પવિત્ર એવા પર્વમાં ક્ષમાને મહત્ત્વ હોવાથી જાણતાં - અજાણતાં મારી તરફથી કોઈનું પણ મન દુભાયું હોય તો તે બદલ હું આપ સૌની ક્ષમા માગું છું. આજે આ ઐતિસાહિક એવા ઉપવાસ સમાપ્તિના નિમિત્તે મને એક સારા કાર્ય માટે આવવા મળ્યું હતું તેનો મને આનંદ છે. માનવી પોતાના કર્મો માટે પોતે જ જવાબદાર હોય છે અને આવા સમયે થયેલી ભૂલો માટે પ્રાર્થના કરવી આવશ્યક છે. અાપણા ગુરુઓએ કઠોર તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને મહાન એવા માનવીય મૂલ્યોને અંગીકાર કર્યાં છે. તેની શીખ સમસ્ત માનવજાતિને આપી છે. આજે આ પ્રસંગે મહાન એવા ગુરુદેવોના આશીર્વાદ લેવાનો લાભ મને મળ્યો છે. તેમના આશીર્વાદથી અમે અમારું કામ હજુ સારી પદ્ધતિથી કરીશું, એમ પણ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો