લિવેબિલિટી ઈન્ડેક્સમાં મુંબઈ, પુણે, નાગપુર, નાશિકનો સમાવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટિ‌ટયૂટ ફોર કોમ્પીટેટિવ્નેસ ઈન્ડિયા તરફથી દર વર્ષે દેશનાં મુખ્ય શહેરોનો અભ્યાસ કરી ''લિવેબિલિટી ઈન્ડેક્સ’’ (એલઆઈ) જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુર અને નાશિક આ ચાર શહેરોનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈ પહેલા ક્રમાંકે, નાગપુર તેરમા, પુણે ચૌદમા તો નાશિક અઢારમા સ્થાને છે.

ગયે વર્ષે મુંબઈ ત્રીજા ક્રમાંકે, પુણે સાતમા અને નાગપુર આઠમા સ્થાને હતાં. પ૦ શહેરોની યાદીમાં પહેલા ક્રમાંકે ત્રણ શહેરો એટલે કે મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદની પસંદગી થઈ હતી. આ યાદીમાં છેવટનાં પાંચ શહેરોમાં આગ્રા, રાયપુર, પટના, કાનપુર આ શહેરોનો સમાવેશ થાય છે. શહેરમાં નિર્માણ થતી સુવિધા અનુસાર આ અનુક્રમાંક બદલાતો રહે છે. 'એલઆઈ’ તૈયાર કરતી વખતે તે શહેરની લોકોના જીવનધોરણને જોવામાં આવે છે. પાયાભૂત સુવિધા અન કુલ વિકાસ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણ, આરોગ્ય, વૈદ્યકીય સુવિધાનો દરજજા, સુરક્ષા, ગૃહ પર્યાય, સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ, આર્થિ‌ક, પર્યાવરણ સ્થિતિનો વિચાર કરવામાં આવે છે.

સંબંધિત શહેર કાયમી રહેઠાણ માટે યોગ્ય વાતાવરણ રહેવાસીઓને આપતું હોય અને તેની મુલાકાતે આવનારને પણ તે શહેર પ્રત્યે આકર્ષણ થતું હોય તેવાં શહેરોનો સમાવેશ આ ઈન્ડેક્સમાં કરવામાં આવે છે. સુંદર વાતાવરણની આ સંકલ્પનામાં સ્ટ્રોંગ ઈન્ફ્રાસ્ટ્રકચર સેટ અપ, ઉચ્ચ કોટિનું શિક્ષણ આપનારી સંસ્થા, આરોગ્ય સંસ્થાની ઉપલબ્ધતા, નાગરિકોની સુરક્ષા, પ્રશાસન વગેરેના દરજ્જાને જોવામાં આવે છે. શહેરમાં સહકુટુંબ આનંદપૂર્વક રહી શકે અથવા તો ઉદ્યોગધંધાને પૂરતી તકો ઉપલબ્ધ છે કે નહીં, આવા પ્રશ્નોના ઉત્તરો ત્યાંના રહેવાસીઓને સમાધાનકારક રીતે મળતા હોય તો તે રહેઠાણ માટે યોગ્ય સમજવા આવે છે.