મુંબઈ: પત્નીની શરીર સુખ આપવાની ક્ષમતાની તપાસ માગતો પતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: પત્ની શરીરસુખ આપવા માટે શારીરિક દષ્ટિથી સક્ષમ છે કે નહીં અને તેને લીધે લગ્ન પછી પોતે એક વાર પણ શરીરસંબંધ બાંધ્યો નથી એ સિદ્ધ કરવા માટે પતિ છૂટાછેડાના દાવામાં પત્નીની તબીબી તપાસની માગણી કરી શકે છે, એવી નોંધ મુંબઈ હાઈકોર્ટે એક કેસમાં કરી છે.
લગ્ન પછી તેની સાથે એકે વાર શરીરસંબંધ બંધાયો નથી

મુંબઈના ફેમિલી કોર્ટે એક કેસમાં જે જે હોસ્પિટલના મેડિકલ બોર્ડ તરફથી પત્નીની તબીબી તપાસના આદેશ આપ્યા હતા. તેની વિરુદ્ધ પત્નીએ કરેલી અપીલ જજ કે કે તાતેડે ફગાવતાં નોંધ કરી હતી કે પતિ પોતાનું કહેવાનું સિદ્ધ કરી શકે તે માટે પત્નીની આ રીતે તપાસ કરાવવા માગણીને ફેમિલી કોર્ટ સ્વીકારે તેમાં કશું ખોટું નથી. આ તપાસ નિશ્ચિત હેતુ માટે કરવાની હોવાથી પત્નીની ખાનગી બાબતમાં હસ્તક્ષેપ ગણી શકાય નહીં. આ દંપતીમાં પતિ-પત્ની બંનેએ 2011માં પુન:વિવાહ કર્યા હતા. જોકે વિવાહ થવા છતાં પત્ની શરીરસુખ માટે શારીરિક રીતે અક્ષમ છે અને તેને લીધે લગ્ન પછી તેની સાથે એકે વાર શરીરસંબંધ બંધાયો નથી તેથી પતિએ છૂટાછેડા માટે દાવો કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...