તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસર્જનમાં સબ ઈન્સ્પેક્ટરને ડુબાવવા પ્રયાસ, CMને પદ છોડવા શિવસેનાએ આપી સલાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: કાયદાના રક્ષક રહેલા પોલીસની ઉપર હુમલાઓ વધી રહ્યા છે. સાંતાક્રુઝ, કુર્લા અને વિલેપાર્લે ખાતે ટ્રાફિક પોલીસની ઉપર થયેલા હુમલા પછી હવે કલ્યાણમાં આવી જ ઘટના બની છે. તીસગાવ નાકા પરિસરમાં ગણપતિ વિસર્જનના સમયે થયેલા વિવાદ પછી એક મંડળના કાર્યકર્તાએ પોલીસ સબ ઈન્સ્પેકટરને પાણીમાં ડુબાવીને મારવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે.

કાર્યકર્તાઓએ મધ્યસ્થી કરતાં ડગળેને પાણીની બહાર કાઢયો

નીતિન ડગળે નામના પોલીસ સબ ઈન્સ્પેકટરનો મંગળવારે દોઢ દિવસના વિસર્જનના સમયે જરીમરી મિત્ર મંડળના કાર્યકર્તાઓ સાથે કોઈ કારણસર તેમનો વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો હતો કે પાણીમાં ઊતરેલા કાર્યકર્તાએ ડગળેની મારપીટ કરવાની શરૂઆત કરી હતી તેમ જ પાણીમાં ડુબાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે અન્ય કાર્યકર્તાઓએ મધ્યસ્થી કરતાં ડગળેને પાણીની બહાર કાઢયો હતો. આ પ્રકરણે જરી મરી મિત્ર મંડળના ચાર કાર્યકર્તાની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેઓ આ ઘટના પછી ફરાર થઈ ગયા હતા.

ફડણવીસને ગૃહમંત્રીનું પદ છોડવાની શિવસેના પ્રમુખની સલાહ

દરમિયાન પોલીસોની ઉપર વારંવાર હુમલાને લીધે તેમનું માનસિક પતન થઈ રહ્યું છે. તે રોકવા માટે સરકાર તેમની પડખે ઊભી છે તેવો વિશ્વાસ તેમને લાગવો જોઈએ અને તે માટે મહારાષ્ટ્રને સ્વતંત્ર ગૃહમંત્રી હોવો જોઈએ, એવી માગણી કરીને શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે અપ્રત્યક્ષપણે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહમંત્રી પદ છોડવાની સલાહ આપી હતી. પોલીસ ઉપર હુમલાની પાર્શ્વભૂમિ ઉપર ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ફડણવીસની વર્ષા નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પોલીસોના કુટુંબીઓના પ્રતિનિધિ પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા. તેમની મુલાકાતમાં મુખ્યત્વે પોલીસોની વિવિધ સમસ્યાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત પછી ઉદ્ધવે પોતે મિડિયા સાથે સંવાદ સાધ્યો હતો.

કલ્યાણમાં થયેલી ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો

મુખ્ય મંત્રી સક્ષમ છે, પરંતુ ગયા કેટલાક દિવસોમાં તેમના કામનો વ્યાપ ખૂબ વધ્યો છે. તેને લીધે સ્વતંત્ર ગૃહમંત્રી પદ હોવું જોઈએ. મહારાષ્ટ્રમાં પોલીસોની ઉપર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં લઈને આ અમારી માગણી વાજબી હોવાનું ફરીથી સિદ્ધ થયું છે, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસોની ઉપર હાથ ઉગામનારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ સિવાય કઠોર કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, એવી માગણી મુખ્યમંત્રી પાસે કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કલ્યાણમાં થયેલી ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિતની ઉપર કઠોર કાર્યવાહીનું આશ્વાસન મુખ્યમંત્રીએ આપ્યું હોવાનું ઉદ્ધવે તે સમયે જણાવ્યું હતું. પોલીસોની ફરિયાદોના નિવારણ માટે એક સમિતિની સ્થાપના કરવાની સૂચના મુખ્યમંત્રીએ કરી છે. આ સમિતિમાં પોલીસના કુટુંબીઓના પ્રતિનિધિ, વરિષ્ઠ પોલીસ અધિકારી અને લોકપ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે.

ચારેય કાર્યકર સામે કેસ નોંધાયો

કોલેસવાડી પોલીસે જરી મિત્ર મંડળના ચાર કાર્યકરો સામે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 353 (સરકારી કર્મચારીને તેની ફરજ કરતા અટકાવવા હુમલો કરવો), 332 (સરકારી કર્મચારી ફરજ પર હોય ત્યારે તેને સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 186 (જાહેર સમારંભોના સંચાલનમાં સરકારી કર્મચારી સામે અવરોધો ઊભા કરવા) જેવી કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો