તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: દાઉદ સાથે કોલ પ્રકરણમાં ખડસેને ATSની ક્લીન ચિટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: ભ્રષ્ટાચારના અનેક આરોપ પછી મંત્રી પદનું રાજીનામું આપનાર ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસેને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) દાઉદ પ્રકરણમાં ક્લીન ચિટ આપીને વધુ રાહત આપી છે. આ પહેલાં એસીબીએ લાંચ પ્રકરણે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાંથી ખડસેનું નામ કાઢી નાખ્યું હતું.

લાંચ પ્રકરણમાં એસીબીએ ક્લીન ચિટ આપ્યા પછી ખડસેએ ખુશી વ્યક્ત કરી હતી અને આ તમામ આરોપોમાંથી હું નિર્દોષ છૂટીશ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એમાં સોમવારે એટીએસે પણ દાઉદ પ્રકરણમાં ક્લીન ચિટ આપી હતી. દાઉદ અને ખડસે વચ્ચે કોઈ પણ વાતચીત થઈ નહોતી એવી માહિતી રાજ્યના એટીએસે સોમવારે હાઈ કોર્ટમાં આપી હતી. દરમિયાન એટીએસ પોતાનો તપાસ અહેવાલ સાયબર સેલને સોંપશે એમ પણ જણાવવામાં આવ્યું હતું. દાઉદ ફોન કોલ પ્રકરણમાં ખડસે વિરુદ્ધ કોઈ સબળ પુરાવા મળ્યા નથી.

આ પ્રકરણની તપાસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પણ ખડસેની વિનંતી પછી તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. હેકર મનીષ ભંગાળેએ જે માહિતીના આધારે ખડસેના કોલ રેકોર્ડ હેક કર્યા હતા એ માહિતીનો સ્રોત યોગ્ય ન હોવાનું એટીએસના અધિકારીઓનું જણાવવું છે. તેથી આરોપોમાં અટવાયેલા ખડસેને દાઉદ ફોન કોલ પ્રકરણમાં ક્લીન ચિટ મળી છે.

પોલીસની ક્લીન ચિટ પહેલાં જ

2014થી 2015 વચ્ચે દાઉદ ઈબ્રાહિમ અને એકનાથ ખડસે વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી એવો આરોપ વડોદરાવાસી એથિકલ હેકર મનીષ ભંગાળેએ કર્યો હતો. 2014-15ના સમયગાળામાં દાઉદે કોને કોને ફોન કર્યા હતા એની માહિતી પ્રકાશમાં લાવી હતી. એમાં મળેલા ચાર નંબરોમાં એક ફોન નંબર એકનાથ ખડસેનો છે એમ ભંગાળેએ જણાવ્યું હતું. એ પછી મુંબઈ પોલીસે કોલ લોગ તપાસીને ખડસેને ક્લીન ચિટ આપી હતી. 2014 અને 2015ના સમયગાળામાં ખડસેને દાઉદના નંબર પરથી કોલ આવ્યો નહોતો કે ખડસેના નંબર પરથી કોલ કરવામાં આવ્યો નહોતો એવો અહેવાલ મુંબઈ પોલીસે આપ્યો હતો.

પીએ લાંચ પ્રકરણમાં પણ ક્લીન ચિટ

કથિત પીએ ગજાનન પાટીલ લાંચ પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યુરોએ (એસીબી) ભૂતપૂર્વ મંત્રી એકનાથ ખડસેને ક્લીન ચિટ આપી હતી. એસીબીએ મુંબઈ સેશન્સ કોર્ટની વિશેષ એસીબી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હોઈ એમાં એકનાથ ખડસેનું નામ નથી. ગજાનન પાટીલને ખડસેના મંત્રાલયની ઓફિસમાંથી તાબામાં લેવામાં આવ્યો હતો. પણ એસીબીની ચાર્જશીટમાં ખડસેના મંત્રાલયની ઓફિસ એવો ઉલ્લેખ ન કરતાં મંત્રાલય એમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટ 1 હજાર કરતા વધારે પાનાની છે. એમાં ફક્ત ગજાનન પાટીલને આરોપી બનાવવામાં આવ્યો છે.

આરોપો પછી રાજીનામું

આરોપોના ચક્રવ્યૂહમાં અટવાયેલા એકનાથ ખડસેએ 4 જૂન 2016ના પોતાના તમામ મંત્રીપદનું રાજીનામું આપ્યું હતું. ખડસેએ એમની પાસેના મહેસૂલ, કૃષિ, દુગ્ધ વિકાસ, પશુ સંવર્ધન, રાજ્ય ઉત્પાદન શુલ્ક (એક્સાઈઝ ડ્યુટી), મત્સ્યપાલન, લઘુમતી વિકાસ અને વક્ફ મંત્રી છોડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો