તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: વિસર્જન વખતે બોરીવલી અને ભિવંડીમાં પોલીસ પર હુમલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: રવિવારે સાત દિવસના ગણપતિને ભાવિકોએ વાજતેગાજતે વિદાય આપી હતી. આ સમયગાળામાં બોરીવલી અને ભિવંડીમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. બોરીવલી કસ્તુરબા માર્ગમાં સંજય ગાંધી નેશનલ પાર્ક ખાતે ગણપતિ વિસર્જન તળાવ નજીક બંદોબસ્ત પોઈન્ટ ખાતે મહિલા કોન્સ્ટેબલ દહિબાવકર અન્ય પોલીસ કર્મચારી- અધિકારીઓ સાથે ફરજ બજાવી રહી હતી.

આ સમયે ગણેશ વિસર્જન કરવા આવેલા સંદેશ સુથાર (26) અને તેના બે મિત્રની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો ર્ક્યો હતો, જેમાં દહિબાવકરના પગમાં ઈજા થઈ હતી. ગણેશભક્ત ચંદ્રકાંત સુથારને પણ ઈજા થઈ હતી. દરમિયાન રવિવારે ભિવંડીના કામથઘર વિસ્તારમાં કોન્સ્ટેબલ દિલવર વસાવે (30) સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ ગણપતિ વિસર્જનનાં સરઘસોને નિયંત્રણમાં રાખવાની ફરજ બજાવી રહ્યા હતા. એકાએક બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

બન્ને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરનારા વસાવે પર જ લોકો તૂટી પડ્યા હતા. ગણેશભક્તોએ કરેલી મારપીટમાં કોન્સ્ટેબલ વસાવે ગંભીર રીતે ઘવાતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે પોલીસે તાત્કાલિક આરોપી અવિનાશ સુરેશ પાટીલ (23)ની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો