તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં પાણીકાપ રદ થવાનો BMCનો સંકેત, 5 લાખ-10 લાખ લિટરનો સ્ટોક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: ગયા વર્ષભર પાણીકપાતની ઝાળ સહન કરનારા મુંબઈગરા માટે ખુશખબર છે. મુશળધાર વરસાદને લીધે તળાવોમાં પાણીની સપાટી દરરોજ વધી રહી છે. ગયા વર્ષની તુલનામાં તળાવોમાં બમણા જળનો સ્ટોક છે. તેને લીધે પ્રશાસન આગામી અઠવાડિયામાં પાણીકપાત પાછો ખેંચી લે તેવા સંકેતો છે. જુલાઈ મહિનાનું પખવાડિયું પૂર્ણ થવા પહેલાં જ તળાવોમાં આશરે 5 લાખ દસ લાખ લિટર કરતાં વધુ જળનો સ્ટોક તળાવોમાં જમા થયો છે. તળાવ ક્ષેત્રોમાં જોરદાર વરસાદ પડી રહ્યો હોવાથી કેટલાક તળાવો છલકાઈને વહેવાનાં ચિહ્નો છે. તેને લીધે પાણી કપાત પાછો ખેંચી લેવાની માગણી જોર પકડી રહી છે. ભાજપના દિલીપ પટેલે સ્થાયી સમિતિની બેઠકમાં પાણીકપાત પાછી ખેંચવાની માગણી કરી હતી. તળાવોમાં સપાટીની માહિતી મેળવીને આગામી બેઠકમાં નિર્ણય લેવાશે, એવું આશ્વાસન એડિશનલ કમિશનર સંજય મુખર્જીએ આપ્યું હતું.

જળાશયોમાં ગયા વર્ષ કરતાં સારો વરસાદ

આ વર્ષે મુંબઈમાં વરસાદ આંતરે આંતરે અને ઓછો પડ્યો છે, પરંતુ પાણી પુરવઠો કરતાં મુંબઈ બહાર સ્થિત સાતેય જળાશયોમાં ગયા વર્ષની તુલનામાં સારો વરસાદ પડ્યો છે. આ આંકડાવારી રવિવારે સવારે 6 વાગ્યા સુધીની છે. હાલ બધાં જળાશયોમાં 698261 મિલિયન લિટર પાણી છે, જે ગયા વર્ષે 278866 મિલિયન લિટર હતું. આથી આ સપ્તાહમાં સ્થાયી સમિતિની બેઠકમાં પાણીકાપ રદ થવાની શક્યતા છે.

સેન્ટ પીટર્સબર્ગ સાથે નદી શુદ્ધિકરણ માટે કરાર

રશિયાના પ્રવાસે રહેલાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સેન્ટ પીટસબર્ગ રાજ્યના ગવર્નર જોર્જી પોલ્તોવચેંકોએ પાણી પુરવઠા અને ગંદા પાણી પ્રક્રિયા વિશે મહત્વના સામંજસ્ય કરાર ઉપર સહી કરી હતી. તે અનુસાર તાંત્રિક અને ધોરણાત્મક સહકાર્ય મહારાષ્ટ્રને મળવાનું છે. મુંબઈમાં મિઠી નદી સહિત અન્ય નદીઓનાં શુદ્ધિકરણ માટે આ સંસ્થાની મદદ મળવાની છે. સેંટ પીટસબર્ગમાં વોડોકેનાલ આ સંસ્થા તે માટે યોગદાન આપશે. બંને રાજ્યોમાં સંયુકત કૃતિ જૂથની સ્થાપના કરાશે. પ્રસ્તાવિત સહકાર્ય કરવા બાબતની એક યોજના નિશ્ચિત કરાશે. આ કરારની સાથે નગરવિકાસ, સ્માર્ટ સિટીનું નિર્માણ, જહાજ બાંધણી, માહિતી તંત્રજ્ઞાન, ઉચ્ચ શિક્ષણ વગેરે બાબતોની પણ સેંટ પીટસબર્ગ તરફથી મહારાષ્ટ્રને સહકાર્ય કરાશે. તે બાબતના કરાર ઉપર બુધવારે હસ્તાક્ષર કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો