• Gujarati News
  • Mumbai 'BEST' Buses Kingalonga Undertaking A 'retirement' Will

મુંબઈ ‘બેસ્ટ’ ઉપક્રમ કિંગલોંગ બસોને 'નિવૃત્તિ’ આપશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારંવાર થતો બગાડો, ટેકનીકલ મુશ્કેલીઓને લીધે એસી બસનો આરામદાયક પ્રવાસ અપેક્ષા મુજબ ન થવાથી બેસ્ટ વહીવટીતંત્રે આખરે ૨૦ એસી બસોને સેવામાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. તેમાં વર્ષ ૨૦૦૭માં લીધેલી ૨૦ એસી કિંગર્લોગ બસો વપરાશમાંથી બહાર કાઢવામાં આવશે.

બેસ્ટની એસી બસ અવારનવાર બગડવાનું પ્રમાણ ખુબ વધ્યું હોવાની પ્રવાસીઓની ફરિયાદ છે. તેમાં અનેક બસોમાં વચ્ચે બંધ થઈ જવું, એસી બંધ થઈ જવું વગેરેનો સમાવેશ છે. આ જંગી બસોના સમારકામનો ખર્ચ વધી જાય છે.
તેથી બેસ્ટ સમિતીમાં અગાઉ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારબાદ વહીવટીતંત્રે આ સંદર્ભે પોતાનો અહેવાલ સમિતીમાં રજૂ કર્યો હતો. બેસ્ટના કાફલામાં ૨૯૦ એસી બસો હોઈ તેમાંથી ૨૮૨ સેરિટા (કિંગર્લોગ), બે અશોક લેલેન્ડ અને કરાર અનુસાર લીધેલી છ બસોનો સમાવેશ થાય છે.

એસી બસમાં આવક કરતાં વધુ ખર્ચ હોવાથી તેનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. તેમાં વળી પ્રવાસીઓની સંખ્યા ઓછી થવાથી એપ્રિલમાં ત્રણ માર્ગો પર એસી બસસેવા બંધ કરવામાં આવી હતી.

દેશમાં અન્ય કોઈપણ પરિવહન ઉપક્રમ પાસે સેરિટા બનાવટની બસો ઉપલબ્ધ નહીં હોવાથી છુટ્ટા ભાગ (પૂર્જા‍) મળવા મુશ્કેલ હતા. છુટ્ટા પૂર્જા‍ આયાત કરવા માટે ત્રણ માસનો સમયગાળો લાગવાથી એસી બસ સમયસર રીપેર કરવી શક્ય નથી, એમ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યુ છે.

એસી બસ સાથે જ સાદી બસોમાં પણ બગાડ થવાનું પ્રમાણ વધ્યું હોવાનું જણાય છે. દર વર્ષે લગભગ ૧૬૦૦ બસોમાં બગાડ થાય છે. એનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું હોવાનું નોંધાયું છે.