• Gujarati News
  • Mumbai And Maharashtra In Girls Learning Daily Only Five Rupee Latest News

કન્યાઓને દૈનિક રૂ.5માં ભણાવાશે, રાજકોટના રહેવાસીની અનોખી યોજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:રાજકોટવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા લોહાણા જ્ઞાતિના રાજેશ ગાંધીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની છોકરીઓને અફસરબિટિયા ઉપક્રમ હેઠળ દિવસ દીઠ રૂ. 5માં ભણાવવાનું બીડું ઊંચકી લીધું છે. આ સાથે મુંબઈની 100 કોલેજોમાં સેટેલાઈટ આધારિક ડિસ્ટન્સ લર્નિંગ સોલ્યુશન્સ વર્ચ્યુઅલ કેમ્પસ હેઠળ વિદ્યાર્થીઓને મફત શિક્ષણની પણ જાહેરાત કરી છે.
Paragraph Filter
-રાજકોટના રહેવાસીની ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો માટે અનોખી યોજના
મુંબઈમાં શનિવારે એક વિશેષ સમારંભમાં જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતના પરિવહન, જળ પુરવઠો,શ્રમ અને રોજગાર મંત્રી વિજય રૂપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ- કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, સેનેટ સભ્યો ડો. નેહલ શુક્લ, ડો. મેહુલ રૂપાણી સહિતના અગ્રણીઓએ આ સમયે હાજરી આપી હતી.સ્માર્ટ બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્માર્ટ લર્ન સેન્ટરના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ ગાંધી આ નાવીન્યપૂર્ણ સંકલ્પના લઈને આવ્યા છે.
મહારાષ્ટ્ર અંતરિયાળ વિસ્તારોમાં 100થી વધુ શાળાઓને અફસરબિટિયા ઉપક્રમમાં આવરી લેવાશે, જ્યારે મુંબઈમાં 100થી વધુ કોલેજોમાં વર્ચ્યુઅલ કેમ્પસ શરૂ કરવાનું લક્ષ્ય છે. ગુજરાતની 432 શાળામાં અફસરબિટિયા ઉપક્રમ રજૂ કરાશે. આ સર્વ ઉપક્રમ 1 જુલાઈથી તબક્કાવાર શરૂ કરાશે, જે પછી વધુ શાળા- કોલેજોને આવરી લેવા માટે પ્રયાસ કરાશે.
આ સાથે મુંબઈ શહેરના યુવાનો માટે ખાસ શૈક્ષણિક પ્રોજેક્ટ વર્ચ્યુઅલ કેમ્પસનું પણ લોન્ચિંગ કરાશે, જેમાં વિદ્યાર્થીઓ અને કોલેજોને આજે જેની વધુ માગણી છે એવા અભ્યાસક્રમો માટે નામાંકિત શૈક્ષણિક કન્ટેન્ટ પ્રદાતાઓ મારફત મફતમાં કોચિંગ અપાશે. તે કોલેજોમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને અન્ય માળખાકીય સુવિધાઓ હોવી જરૂરી છે, જેની પાછળ આશરે રૂ. 2.50 લાખનો ખર્ચ એસએલસી ઉઠાવશે. વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ભણતર દરમિયાન દર 45 મિનિટે સંબંધિતો દ્વારા માન્યતાપ્રાપ્ત 5 મિનિટની જાહેરાત આવશે, જેમાંથી આ મફત શિક્ષણના ખર્ચને પહોંચી વળાશે. કોર્પોરેટ પ્રાયોજકો રાજ્યના યુવાનો સાથે સીધો સંપર્ક બનાવવાની તક તરીકે પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

વેલ્યુએબલ એન્ટરટેઈનમેન્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર શિરીષ નંદેશ્વરે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ કેમ્પસ મુંબઈ, થાણે, વાશી, નાશિક અને પુણેમાં 100 કોલેજોમાં પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.શૈક્ષણિક ક્ષેત્રમાં વેલ્યુએબલ ગ્રુપ હાલમાં એજ્યુબીમ ઓફર કરી રહી છે. આ સેટેલાઈટ આધારિત ડિસ્ટન્સ- લર્નિંગ નિવારણ છે, જે અસલ સમયમાં માહિતીનું ઈન્ટરએક્ટિવ આદાનપ્રદાન આસાન બનાવીને સમય અને અંતર વચ્ચેનો અવરોધ દૂર કરવાનું કામ કરે છે. હાલ શહેરમાં મહાપાલિકાની 480 શાળાઓમાં આ કાર્યક્રમ ચલાવાય છે.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,ઉપક્રમનો મૂળ હેતુ : ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું,અફસરબિટિયા અને વર્ચ્યુઅલ કેમ્પસ શું છે ? .....