તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈઃચર્ચગેટમાં બોમ્બની અફવા પછી સલામતી બંદોબસ્ત વધારાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃમુંબઈના સૌથી વ્યસ્ત સ્ટેશનમાંથી એક ચર્ચગેટ ખાતે બોમ્બ મુકાયો છે એવી અજ્ઞાત વ્યક્તિએ ગુરુવારે સવારે માહિતી આપ્યા પછી સજ્જડ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કશું જ વાંધાજનક મળ્યું નહોતું. રેલવે પોલીસે જણાવ્યું હતું કે સવારે 10.45 કલાકે કંટ્રોલ રૂમમાં ફોન કોલ આવ્યો હતો,જેમાં સ્ટેશન બોમ્બધડાકાના ઊડી જશે એવી જાણકારી આપવામાં આવી હતી.

દેખીતી રીતે જ  એ સમયે પ્રવાસીઓની હકડેઠાઠ ભીડ હોય છે. આથી રેલવે પોલીસ સાથે અન્ય સલામતી એજન્સીઓ પણ કામે લાગી હતી. જોકે કશું જ મળ્યું નહોતું. તકેદારીનાં પગલારૂપે અમે ચર્ચગેટ સાથે અન્ય તમામ સ્ટેશન પર બંદોબસ્ત વધારી દીધો છે, એમ પોલીસે જણાવ્યું હતું.  
અન્ય સમાચારો પણ છે...