તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ 2013નો ચકચારી એસિડ પ્રકરણ પ્રીતિ રાઠી કાંડના આરોપીને ફાંસીની સજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મુંબઈમાં 2013માં થયેલા પ્રીતિ રાઠી એસિડ હુમલા પ્રકરણે દોષી અંકુર પનવારના ગુનાનું સ્વરૂપ ગંભીર હોવાનું માન્ય કરતા સેશન્સ કોર્ટે એને ફાંસીની સજા સંભળાવી હતી. આ ચુકાદા પછી પ્રીતિને ન્યાય મળ્યો હોવાની ભાવના એના કુટુંબીજનો તરફથી વ્યક્ત કરવામાં આવી હતી.
એસિડ હુમલાથી ચહેરા, શ્વસનતંત્ર સહિત વિવિધ અવયવો નકામા થયેલા પ્રીતિ રાઠીના ગુનેગારની શૈતાની વૃત્તિ જ અંકુરના કૃત્યમાં દેખાય છે. આવા ગુનેગારને ફાંસીની સજા આપવાથી સમાજમાં કડબ બેસશે એવું પ્રતિપાદન વિશેષ ઉજ્જવલ નિકમે બુધવારે સેશન્સ કોર્ટ સમક્ષ કર્યું હતું. આરોપીની ઉંમર ધ્યાનમાં રાખતા એને ઓછી સજા કરવાની વિનંતી આરોપીના વકીલે કરી હતી. કોર્ટે 23 વર્ષીય પ્રીતિ રાઠી ઉપર એસિડ હુમલા પ્રકરણે મુંબઈ સેશન્સ કોર્ટે આરોપી અંકુર પનવારને હત્યા અને એસિડ હુમલા પ્રકરણે દોષિત ઠેરવ્યો હતો. આ પ્રકરણે બંને પક્ષોનો યુક્તિવાદ પૂરો થયો હોઈ ગુરુવારે અંકુરને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
દિલ્હીમાંથી નૌકા દળની હોસ્પિટલમાં નોકરી ઉપર હાજર થવા માટે પ્રીતિ 2 મે, 2013માં મુંબઈમાં પિતા અને સગાં સાથે આવી હતી. જોકે બાંદરા ટર્મિનસ સ્ટેશન ઉપર અંકુર પનવારે તેની ઉપર એસિડ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રીતિની એક આંખને ભારે ઈજા થઈ હતી. તે સિવાય આ હુમલામાં તેના પિતા, માસી, કાકા અને અન્ય બે પ્રવાસીઓ પણ જખમી થયાં હતાં. એસિડ હુમલામાં પ્રીતિના યકૃતને પણ ગંભીર ઈજા થઈ હતી. હુમલા પછી પ્રીતિએ મહિના સુધી મૃત્યુ સામે લડત આપી હતી. જોકે સારવાર ચાલુ હતી ત્યારે તેનું મૃત્યુ થયું હતું.
ઈર્ષા જ કારણ

પ્રીતિ કારકિર્દીમાં આગળ વધી ગઈ હોવાની ઈર્ષાને લીધે દિલ્હીમાં પાડોશમાં જ રહેતા અંકુરે આ હુમલો કર્યો હોવાની બાબત સીબીઆઈની તપાસમાં સામે આવી હતી. પ્રીતિને નોકરી મળી હતી અને અંકુર બેરોજગાર હતો. તેને લીધે અંકુરના કુટુંબીઓ તેને સતત સંભળાવતા હોવાથી તેનો રોષ મનમાં રાખીને અંકુરે પ્રીતિ ઉપર હુમલો કર્યો હતો.ઉપરાંત અંકુરે પ્રીતિ પાસે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જોકે પ્રીતિએ તે નકારી કાઢ્યો હતો. હુમલા પછી તરત જ તેણે મુંબઈથી દિલ્હી જતી ટ્રેન પકડી લીધી હતી.
સીબીઆઈએ ધરપકડ કરેલી

પ્રીતિ પર બાંદરામાં પીક-અવર્સ દરમિયાન એસિડ હુમલો થયો હતો, જે પછી આરોપી ત્યાંથી છટકી ગયો હતો. પોલીસને આરોપીને શોધતાં નાકે દમ આવી ગયો હતો. આખરે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ પણ ભારે જહેમતને અંતે પ્રીતિના વતનમાં જઈને આરોપીની ધરપકડ કરી હતી, જે પછી તેની સામે વોટરટાઈટ કેસ બનાવવામાં આવ્યો હતો.
મૃત્યુદંડ માટે માગણી

આ કેસના વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આરોપી માટે મૃત્યુદંડની મહત્તમ સજા માગી હતી. પ્રીતિને ફરી નોકરી નહીં મળે એ આરોપીનો ઈરાદો હતો. પ્રીતિના પિતા અમરસિંહ રાઠીએ જણાવ્યું હતું કે અંકુરને મારી પુત્રી પીડાઈ તેવી જ પીડા થવી જોઈએ. જો તેને ઓછી સજા મળશે તો ખોટો સંદેશ જઈ શકે છે. ગુરુવારે કોર્ટ આપેલા ચુકાદા પછી પ્રીતિને ન્યાય મળ્યો હોવાની ભાવના એના કુટુંબીજનો તરફથી વ્યક્ત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો