મુંબઈઃચોમાસુ સત્ર પૂરું, નાગપુરમાં 11 ડિસે.થી શિયાળુ સત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃગૃહ નિર્માણ મંત્રી પ્રકાશ મહેતા અને સુભાષ દેસાઈ સામે જમીન ગોટાળાના થયેલા આરોપ બાદ વિરોધી પક્ષોએ મુદ્દો પકડી રાખતાં શુક્રવારે ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાન પરિષદમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બંને મંત્રીઓ સામે તપાસનો આદેશ આપ્યો હતો. આ સાથે ચોમાસુ સત્ર પૂરું થયું હતું, જે હવે નાગપુરમાં શિયાળુ સત્ર 11 ડિસેમ્બરથી ચાલશે.અંતિમ સપ્તાહનો પ્રસ્તાવ રજૂ કરતાં વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડેએ સરકારને આ બે મંત્રીઓને મામલો ભીંસમાં લીધી હતી.

મહેતાના મ્હાડા અને એસઆરએ ગોટાળા અને દેસાઈના એમઆઈડીસીના જમીન ગોટાળા, અન્ય પ્રશાસકીય અધિકારીઓના ભ્રષ્ટાચારના પુરાવાઓ સભાગૃહમાં રજૂ કર્યા પછી પણ જો આ મંત્રીઓને પદ પરથી દૂર નહીં કરી શકતા હોય તો ભ્રષ્ટાચારને કાયદેસર માન્યતા આપી દો એવો ટોણો તેમણે માર્યો હતો.મહેતાની ઘાટકોપર- પંતનગર, કાંદિવલી- સમતાનગર અને એમપી મિલ કમ્પાઉન્ડ પ્રકલ્પમાં ભૂમિકા શંકાસ્પદ છે. તેમનાં નવાં નવાં પ્રકરણો રોજ બહાર આવી રહ્યાં છે. છતાં મુખ્ય મંત્રી તેમને પદ પરથી હટાવવા માટે તૈયાર નથી. 

દેસાઈએ એમઆઈડીસીની 12 હજાર હેક્ટર જમીન ભૂમાફિયાઓને પાછી આપીને રૂ. 60,000 કરોડનો ભ્રષ્ટાચાર છે. આ અગાઉના ઉદ્યોગ મંત્રીએ નકાર આપ્યો હોવા છતાં અને ઉદ્યોગ વિભાગના સચિવે સ્પષ્ટ વિરોધ કરવા છતાં દેસાઈએ જમીન ભૂસંપાદનમાંથી બાદબાકી કરી. સંબંધિત બિલ્ડર અને ભૂમાફિયા સાથે તેમનો સંબંધ છે કે શું, આ વ્યવહારની અદાલતી તપાસ થવી જોઈએ, દેસાઈએ કરેલો ખુલાસો ગૃહની દિશાભૂલ કરનારો છે, તેમણે જણાવ્યું હતું.યુતિ અથવા આઘાડીના સમયમાં મંત્રીઓ પર ગંભીર આરોપ થતાં તેમનાં રાજીનામાં તત્કાલીન મુખ્ય મંત્રીએ લીધા હતા, 

પરંતુ આ વખતે ભ્રષ્ટ મંત્રીઓને રક્ષણ કેમ આપવામાં આવી રહ્યું છે, એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.દરમિયાન માજી નાણાં મંત્રી જયંત પાટીલે જણાવ્યું હતું કે મહેતાએ એસઆરએ પ્રકલ્પમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, પરંતુ તે છતાં મુખ્ય મંત્રી તપાસ કેમ કરાવતા નથી. જો તપાસ નહીં થાય તો મુખ્ય મંત્રીને જાણકારી હતી એવું લોકો સમજશે.દેસાઈ વિશે તેમણે જણાવ્યું કે તેઓ રાજ્યમાં ઉદ્યોગ લાવી રહ્યા છે કે જમીનો છૂટી કરીને ઉદ્યોગ નષ્ટ કરી રહ્યા છે. જો સરકાર પારદર્શકતા સિદ્ધ કરવા માગતી હોય તો આ સંપૂર્ણ પ્રકરણની તપાસ કરાવવી જોઈએ.
વધુ આગળની સ્લાઈડમાં..
અન્ય સમાચારો પણ છે...