મોહન ભાગવતે ઉદ્ધવને ફોન કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- મોહન ભાગવતે ઉદ્ધવને ફોન કર્યો
- ભાજપ સાથે જોડાણ શક્ય છે એવો ગર્ભિત ઈશારો શિવસેનાએ આપ્યો હતો
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં જોડાવા માટે આરએસએસના અધ્યક્ષ મોહન ભાગવતે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હોવાના તર્કવિતર્ક થઈ રહ્યા હોઈ ભાજપ સાથે જોડાણ શક્ય છે એવો ગર્ભિત ઈશારો શિવસેનાએ આપ્યો હતો. શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ પણ સંકેત આપ્યા હતા કે શિવસેના અને ભાજપ ફરી સાથે આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે.
આ સંદર્ભમાં મનોહર જોશીએ જણાવ્યું હતું કે ‘હિન્દુત્વના સિદ્ધાંતોના મુદ્દે શિવસેના અને ભાજપ એક થાય એવી સબળ શક્યતા છે. પણ એ ક્યારે શક્ય થશે એની અમને ખબર નથી. ઉદ્ધવજી અંતિમ નિર્ણય લેશે.’બાળાસાહેબ ઠાકરેની દ્વિતિય પુણ્યતિથિ નિમિત્તે શિવાજી પાર્કના સ્મૃતિસ્થળે શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેઓએ પ્રસારમાધ્યમો સાથે વાતચીત કરી હતી. ભવિષ્યમાં મહારાષ્ટ્ર શિવસેનાનો મુખ્યમંત્રી ચોક્કસ જોશે. જો કે કેટલીક બાબતો માટે સમય લાગતો હોય છે એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાનમાં મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ‘અમે હંમેશા અનુભવ્યું છે કે શિવસેનાએ રાજ્ય સરકારમાં અમારી સાથે હોવું જોઈએ.’ અગાઉ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવવિારે નાગપુરમાં કહ્યું હતું કે‘શિવસેના સાથે વાતચીતના દરવાજા બંથ થયા નથી.