મુંબઈ:પરપ્રાંતિયો ફરી મનસેના ટાર્ગેટ બન્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:લોકસભા પછી વિધાનસભા ચૂંટણીમાં પણ પછડાટ ખાવાથી મનસેએ રાજ્યમાં બેઠા થવા માટે ફરીથી મરાઠી અસ્મિતાનું પોતાનું હુકમનું પત્તુ ઉતર્યું હતું. મુંબઈની ઈમારતોમાં માંસાહારીઓને ઘર વેચવાનું નકારનારા બિલ્ડરો પર તવાઈ લાવ્યા પછી હવે મુંબઈના ટેક્સીવાળા તરફ મનસેએ મોરચો વાળ્યો હતો.
ટ્રાફિક જામ માટે જવાબદાર ઠેરવતા મનસે તરફથી ખેરવાડી વિભાગમાં ટેક્સી ડ્રાઈવરોને ચેતવણીનો ઈશારો આપતા બેનર્સ લગાડવામાં આવ્યા છે. ટેક્સી ડ્રાઈવરો, યાદ રાખો, મનમાની કરશો તો મુકાબલો અમારી સાથે છે એવું લખાણ અને રાજ ઠાકરેના ફોટાવાળા બેનર્સ છે. તેથી પરપ્રાંતીય ટેક્સી ડ્રાઈવરો ગભરાયા છે.
અત્યારે અમે પોલીસમાં ટેક્સી ડ્રાઈવરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પણ આ હેરાનગતિ ખતમ થાય એવું અમને લાગતું નથી એવી પ્રતિક્રિયા મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના ઉપાધ્યક્ષ અખિલ ચિત્રેએ જણાવ્યું હતું. હવે મનસેના નિશાન પર ઉત્તર ભારતીયો સાથે ગુજરાતી સમાજ પણ છે. છેલ્લા બે દિવસની ઘટનાઓ એ જ દર્શાવે છે.