તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MII બાદ હવે મોદી બ્રિક્સ સંમેલનમાં મુંબઈમાં પધારશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: મેક ઈન ઈંડિયા વીક પછી મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ બ્રિક્સ સંમેલનનું આયોજન થવાનંુ છે. બ્રાઝિલ, રશિયા, ચાઈના અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ તેમાં સહભાગી થશે અને તેમાં સુરક્ષા, જાહેર પરિવહન અને પરવડી શકે તેવા ઘરો જેવા મહત્ત્વના શહેરી પડકારો ઉપર ચર્ચા કરવામાં આવશે.

ભારત સહિત અન્ય ચાર ઉભરી રહેલાં અર્થતંત્રોનો બ્રિક્સ સમુહમાં સમાવેશ છે. મુંબઈમાં 14થી 16 એપ્રિલના રોજ બ્રિકસ ફ્રેન્ડશિપ સિટીઝ કોન્કલેવ 2016નું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોન્કલેવના ઉદઘાટનના સત્રમાં ઉપસ્થિત રહેશે, જેમાં કેનેડા અને યુકેના અધિકારીઓ પણ સહભાગી થવાના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બ્રિકસ પરિષદો શહેરોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રત્યેક દેશમાંથી બે અથવા વધુ શહેરોમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પરસ્પર અનુભવો ઉપરથી શહેરી પડકારોનો ઉકેલ લાવી શકાય તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું, એમ રાજ્યના મુખ્ય સચિવ સ્વાધીન ક્ષત્રિયે જણાવ્યું હતું. ઓનીલ નામના એક અર્થશાસ્રીએ સાલ 2001માં બ્રિક્સ સંકલ્પના રજૂ કરી હતી. આ અર્થતંત્રના ઘટકોમાં વિશ્વની વસ્તીના 43 ટકાનો સમાવેશ છે. વિશ્વની જીડીપીમાં 20 ટકાનો ભાગ છે.

જોકે આ ઉદઘાટન સત્રનું સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ બીજા અને ત્રીજા દિવસના કાર્યક્રમોનું આયોજન ટ્રાઈડેન્ટ ખાતે કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં ક્ષત્રિય મેકિંગ મુંબઈ વર્ક વિષય ઉપર સંબોધન કરશે તેમ જ છેલ્લા દિવસના કાર્યક્રમમાં સહભાગીઓ શહેરીઓના ગર્વનન્સમાં સહભાગ અને બ્રિકસના શહેરોમાં ઈન્ટિગ્રેટેડ શહેરી પરિવહન માટે સ્માર્ટ નિયોજનની ઉપર ચર્ચા કરશે.

વિવિધ સત્રોમાંના એક સત્રમાં રાજ્ય અને મહાપાલિકાના અધિકારીઓ બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સના મેકઓવર, ભીંડીબજારના નિયોજિત વિકાસ અને પ્રસ્તાવિત નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ચર્ચા કરશે. તેમને અન્ય બ્રિક્સના શહેરોમાં આવા જ પ્રકારના કરવામાં આવેલા પ્રયત્નોની બાબતે જાણવાની તક મળશે.

આનો ઉદ્દેશ શ્રેષ્ઠ પદ્ધતિઓની શોધ કરવાનો અને તેની ચર્ચા કરવાનો છે. શહેરો એકબીજા પાસેથી શીખી શકે છે અને સાથે મળીને પડકારોનો સામનો કરી શકે છે, એમ મુંબઈ ફર્સ્ટના સીઈઓ શિશિર જોશીએ જણાવ્યું હતું. મુંબઈ ફર્સ્ટ શહેરમાં સુધારણા કરવા માટેના વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરનારી એક પહેલ છે.
અન્ય સમાચારો પણ છે...