તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્હાડાનાં સસ્તાં ઘરની જાહેરાતો પહેલી માર્ચે કરવામાં આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મ્હાડાનાં સસ્તાં ઘરની જાહેરાતો પહેલી માર્ચે કરવામાં આવશે
- મ્હાડાએ આ વરસથી ઈચ્છુક અરજદારો માટે ઓનલાઈન નોંધણી કરવાનું ફરજિયાત કર્યું


મ્હાડાની હાલની જાહેરાતનું મુહૂર્ત ફરી એક વધુ વખત નિ‌શ્ચિ‌ત થયું છે. આગામી ૧લી માર્ચે ૨૬૩પ ઘરો માટે જાહેરાત પ્રસિદ્ધ થવાની હોઈ અત્યારથી પહેલી વખત જ ઈચ્છુકોએ ઓનલાઈન નોંધણી કરાવવી બંધનકારક રહેશે. મુંબઈમાં ૮૧૬ અને વિરાર તેમ જ વેંગુર્લામાં અનુક્રમે ૧૭૦૮ અને ૧૧૧ ઘરોની ફાળવણી લોટરી પદ્ધતિથી કરવામાં આવશે. આગામી એપ્રિલ ૨૪મીથી મે ૧પ સુધીમાં બેન્ક દ્વારા અરજી ભરવાની મુદત રહેશે. લોકસભા ચૂંટણીની આચાર સંહિ‌તા લાગુ થતાં પહેલાં જાહેરાત પ્રસિદ્ધ કરી પ્રતિ વર્ષ મુજબ ૩૧મી મેના લોટરીનો ડ્રો કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સંબંધે હાલમાં યોજાયેલી પ્રાધિકરણની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્હાડાએ આ વરસથી ઈચ્છુક અરજદારો માટે ઓનલાઈન નોંધણી કરવાનું ફરજિયાત કર્યું છે. આમ આ સર્વે માહિ‌તીઓ કાયમી રૂપે જાળવી રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં લોટરી સમયે ફરીથી અરજી ભરવી હોય તો તે સમયે માહિ‌તી મળી શકે એવો ઉદ્દેશ છે. ૧પમી એપ્રિલથી નોંધણી કરવામાં આવવાની હોવાથી ઓનલાઈન અરજી ભર્યા બાદ તેની પ્રમાણિત પ્રત અને આવશ્યક અનામતની રકમનો ડીડી સહિ‌ત એપ્રિલની ૨૪મીથી મેની ૧પમી સુધીમાં તે સર્વે સુપરત કરવાની મુદત છે. મુંબઈ મંડળે આ વર્ષની લોટરી માટે શરૂઆતમાં ૮૭૮ ઘરોનો સમાવેશ કર્યો હતો. જોકે તે પૈકીના ૬૨ ઘરોના બાંધકામ બાબતે કેટલીક પરવાનગી મળવી બાકી છે. તેને અલગ કરવામાં આવ્યાનું મંડળના કાર્યકારી અધિકારી એન.કે. સુધાંશુએ જણાવ્યું હતું. ઘરોની કિંમત સાધારણ રીતે પંદર લાખથી પંચ્યાસી લાખ સુધીની રહેશે. શૈલેન્દ્ર નગર ખાતેના ઊંચી આવક ધરાવતા જૂથમાં ઘરોની કિંમત સૌથી વધુ હશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો