• Gujarati News
  • Merchants Manufacturers Across The State Against The Aggressive Mood

એલબીટી સામે રાજ્યભરના વ્યાપારીઓ આક્રમક મૂડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી મુંબઈમાં યોજાનારી બેઠકમાં એલબીટીનો બહિ‌ષ્કાર કરવાનો નિર્ણય લેવા તેવી શક્યતા

એલબીટી વિરોધની લડત તીવ્ર બનાવવાનો નિર્ણય રાજ્યભરના વિવિધ વ્યાપારી સંઘોએ લીધો હોવાથી આગામી સાતમી જૂને નવી મુંબઈમાં યોજાનારી બેઠકમાં એલબીટીનો બહિ‌ષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. એલબીટી રદ કરવાની માગણી કરવા માટે થાણે, કલ્યાણ, ડોંબિવલી, નવી મુંબઈ અને મીરા-ભાયંદર ખાતેના વ્યાપારી સંઘો તરફથી થાણેમાં આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ કરના માળખા હેઠળ રાજ્યમાં વ્યવસાય કરવો અશકય બન્યો હોઈ સરકારે તાત્કાલિક રૂપે આ એલબીટી રદ કરવો જોઈએ એવી માગણી વ્યાપારી સંઘોના પ્રમુખ મોહન ગુરનાનીએ આ સમયે કરી હતી.

એલબીટીના વિરોધમાં આરપારની લડાઈ લડી લેવાનું જણાવતાં આગામી સાતમી જૂનના સર્વે પચ્ચીસ મહાનગરપાલિકાના વ્યાપારી અને ઉદ્યોજકોના પ્રતિનિધિઓની એક બેઠક નવી મુંબઈમાં આયોજિત કરવામાં આવી છે. તે વેળાએ આ એલબીટી વિરોધ બાબતની આગળની રણનીતિ નક્કી થશે એવું થાણે વ્યાપારોદ્યોગ મહાસંઘના ઉપાધ્યક્ષ સંદીપ પારીખે જણાવ્યું હતું. જકાત કર રદબાતલ કરીને એલબીટી લાગુ કરવામાં તે કર પદ્ધતિ ભ્રષ્ટાચાર મુક્ત હશે એવું આશ્વાસન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું હતું, પરંતુ એલબીટીમાં જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સંડોવાયેલો હોવાનો આરોપ પારીખે ક્ર્યો હતો.

મુખ્ય પ્રધાન એલબીટી રદ કરવાના નિર્ણયમાં હકારાત્મક વલણ ધરાવતા હશે તો પણ નગર વિકાસ વિભાગમાં કેટલાક વિઘ્નસંતોષીઓ અડચણ
પેદા કરતા હોવાનો આરોપ વ્યાપારીઓનો છે. એલબીટી રદ કરવા માટે કરવામાં આવેલા આંદોલન બાદ રાજ્ય સરકારે નિ‌શ્ચિ‌ત પરિણામ હાથ ધરવાના બદલે સમિતિઓ નીમી સમય બરબાદ કરવાનું કામ ક્ર્યું છે. આવું થતાં અનેક ઉદ્યોજકોએ ગુજરાતની વાટ પકડી હોવાની માહિ‌તી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિ‌સીઝ ટેક્સ લાવવાનું નક્કી કરતાં જકાત નાકાઓ પર વસૂલ કરવામાં આવનારો કર રદ થશે. પરંતુ એલબીટી તો એકાઉન્ટ પર આધારિત હોવાથી તે કાયમ રહેશે. તેને કારણે દેશભરમાં માત્ર મહારાષ્ટ્રમાં જ બમણો કર અસ્તિત્વમાં રહેવાનો ભય સેવાઈ રહ્યો છે, એવું થાણે વ્યાપાર- ઉદ્યોગ મહાસંઘના અધ્યક્ષ ડો. મધુસૂદન ખાંબેટેએ જણાવ્યું હતું.