તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈઃ જીએસટીના ધ્રાસકાથી લોખંડવાલામાં વેપારીએ 17મા માળેથી મોતની છલાંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ જીએસટીને લીધે છેલ્લા થોડા દિવસથી દેશભરમાં મૂંઝવણનું મોજું ફેલાયું છે ત્યાં મુંબઈમાં લોખંડવાલા ખાતે જીએસટીનો ધ્રાસકો લેતાં એક વેપારીએ 17મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. મનીષ ખૂબચંદ મહેતા (54 વર્ષ)એ ગુરુવારે સવારે અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સની ઓક્ટા ક્રેસ્ટ સોસાયટીમાં પોતાના પ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂક્યું હતું.ગુરુવારે સવારે તેઓ રાબેતા મુજબ જોગિંગ પર ગયા હતા. પાછા વળતી વખતે દૂધ લાવ્યા હતા, જે કિચનમાં મૂકીને બાલ્કનીમાં ગયા અને અચાનક ભૂસકો માર્યો હતો. 

મહેતા કપડાના વેપારી હતી. તેમણે બેન્કમાંથી ઘણું કરજ લીધું હતું. ચોમાસાને લીધે ધંધો મંદ ચાલી રહ્યો હતો ત્યાં જીએસટીથી વધુ અસર થતાં ધંધો સાવ બેસી જશે એવી ચિંતામાં તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો અંદાજ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...