• Gujarati News
  • Meeting Hit By Controversy In Maharashtra University

ફી વધારા મુદ્દે મુંબઈ યુનિવર્સિ‌ટીની શનિવારની બેઠક વિવાદમાં સપડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફી વધારા મુદ્દે મુંબઈ યુનિવર્સિ‌ટીની શનિવારની બેઠક વિવાદમાં સપડાઈ
મુંબઈ યુનિવર્સિ‌ટી તરફથી ફી વધારા બાબતે આગામી ૩૧ મેના બોલાવવામાં આવેલી શિક્ષણ શુલ્ક સમિતિ અને વિદ્યાર્થી સંગઠનની બેઠકને લીધે નવો વિવાદ ઊભો થયો છે. આ બેઠક માટે કુલ ૧૧ સંગઠનોને જુદો જુદો સમય આપવામાં આવ્યો છે. વળી સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા છે. એથી વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી છે.મુંબઈ યુનિવર્સિ‌ટી સાથે સંકળાયેલી કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં ૨પ ટકા વધારો કરવા માટે જોરદાર પ્રયત્નો ચાલુ છે.
આ ફી વધારાનો વિરોધ કરનારા વિદ્યાર્થી સંગઠનો અને પ્રાધ્યાપક સંગઠનોના મત શિક્ષણ શુલ્ક સમિતિએ જાણી લેવાના ઉદ્દેશથી શનિવારે વિશેષ બેઠક આયોજિત કરવામાં આવી છે. આ બેઠક માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ડોંબિવલી શિક્ષણ પ્રસારક મંડળ, બહુજન વિદ્યાર્થી પરિષદ, સ્ટુડન્ટ્સ એકશન ફ્રન્ટ, યુનિવર્સિ‌ટી ઓફ મુંબઈ કોલેજ પ્રિન્સિપલ એસોસિયેશન, યુવા સેના, વિદ્યાર્થી ભારતી, મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના, પ્રહાર વિદ્યાર્થી સંગઠન, ડોકટર વસંત શેકડે અને મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ માઈનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિ‌ટયુશન્સ, આ સંગઠનોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યાં છે.

આ બધાં સંગઠનોને યુનિવર્સિ‌ટી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે. પણ બેઠક માટે દરેક સંગઠનને જુદો જુદો સમય આપવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થી સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. ફી વધારા બાબતે વિદ્યાર્થીઓનો મત જાણવો જરૂરી હોવાથી તેમનું પ્રતિનિધિત્વ કરનારા સ્ટુડન્ટ્સ કાઉન્સિલના સભ્યોને આ બેઠક માટે બોલાવવા જરૂરી છે એવી ચર્ચા યુનિવર્સિ‌ટીમાં થઈ રહી છે.