તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માટુંગા ઔદ્યોગિક સંસ્થાથી દસ કિશોર નાસી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ માટુંગા ખાતેની ડેવિડ સાસુન ઔદ્યોગિક સંસ્થામાંથી 10 છોકરા નાસી ગયાની આઘાતજનક ઘટના બની હતી. નાસી ગયેલા છોકરામાંથી ચાર જણને યેરવડા ખાતેથી લાવવામાં આવ્યા હતા. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છોકરા નાસી જવાની આ વર્ષભરમાં બીજી ઘટના છે. છોકરાની શોધ માટે પોલીસે ખાસ ટીમ તૈયાર કરી છે. કેટલાક મહિના પૂર્વે અહીંથી બે અલ્પ વયના છોકરાઓ સાથે અત્યાચારની ઘટના બની હતી. ત્યાર પછી ત્યાં ઉપાયયોજના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ચાર છોકરાને યેરવડા ખાતેથી લાવવામાં આવ્યા હતા

રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસના વિભાગ અંતર્ગત આ સંસ્થા આવે છે. અહીં છોકરાઓને ઔદ્યોગિક ક્ષેત્રથી સંબંધિત પ્રશિક્ષણ આપવામાં આવે છે. હાલમાં આ સંસ્થામાં 131 છોકરાઓ છે. ગુરુવારે રાત્રિએ આશરે 10.30 વાગ્યે અહીંથી 10 છોકરા નાસી ગયા હતા. તેમાંના ચાર છોકરાને યેરવડા ખાતેથી લાવવામાં આવ્યા હતા. અન્ય છ જણ મુંબઈના હોવાનું પોલીસે જણાવ્યું હતું. શુક્રવારે રોજ પ્રમાણે હાજરી લેતી વખતે છોકરા ઓછા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળની મુલાકાત કરી

સંસ્થાના અધિકારીઓએ નાસી ગયેલા છોકરાઓની શોધ કરવાની શરૂ કરી હતી. પરંતુ રાત સુધી તેમનો પત્તો લાગ્યો ન હતો. તેને લીધે સંસ્થાએ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છોકરાઓ નાસી ગયાની ઘટના પછી સંસ્થાએ સુરક્ષા રક્ષકોની ઉપર કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સંસ્થાના પ્રવેશદ્વાર નજીક સીસીટીવી કેમેરા હજુ લગાડવામાં આવ્યા નથી. કેટલાક સમાજકંટકો અને માનસિક રોગીઓ અહીં જ ફરતા રહેતા હોય છે. શુક્રવારે બપોરે એક માનસિક રોગીએ સુરક્ષા રક્ષકની ઉપર પથ્થર ફેંક્યો હતો અને નાસી છૂટ્યો હતો. નાસી ગયેલા છોકરાઓની ફરિયાદ દાખલ થતાં પોલીસે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી.

સંસ્થાની વ્યક્તિ ઉપર સંશય

કેટલાક મહિના પૂર્વે પણ આ સંસ્થામાંથી છોકરા નાસી ગયા હતા. ત્યાર પછી સંસ્થાની સંરક્ષક દિવાલ ઉપર તારની વાડ બાંધવામાં આવી છે. તેમ છતાં પણ છોકરા નાસી જતા હોવાથી સંસ્થાની વ્યક્તિનો હાથ હોવો જોઈએ એમ પોલીસને સંશય છે. તે દ્રષ્ટિથી પોલીસ તપાસ કરવાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે. દિવસભરની શોધ પછી આ છોકરા ન મળી આવ્યા હોવાથી મોડી રાતે છોકરા લાપત્તા થયા હોવાની ફરિયાદ આપી હતી. આ છોકરાઓની શોધ ચાલુ છે. છોકરા કઈ રીતે નાસી ગયા હતા તે કહી શકાય તેમ નથી, એમ શિવાજી પાર્કના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેકટર ગંગાધર સોનાવણેએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો