દરેક વિદ્યાર્થી માટે માર્શલ આર્ટ ફરજિયાત કરાય : અક્ષય કુમાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઈલેન્ડમાં માર્શલ આર્ટ શીખેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ભારતીય શાળાઓમાં આ કળાને ફરજિયાત કરવી એવી સરકારને વિનંતી કરી છે.દરેક છોકરા અને છોકરી માટે માર્શલ આર્ટ શીખવું ફરજિયાત કરવું એવી વિનંતી મેં સરકારને કરી છે. કમસેકમ ત્રણ વર્ષ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત માર્શલ આર્ટ શીખવી જોઈએ. માર્શલ આર્ટ ક્રિકેટ કરતાં પણ વધુ લોકપ્રિય થાય એવું મારું સ્વપ્ન છે, એમ તોલપર નામની રશિયન નાઈફ ફાઈટિંગ સિસ્ટમના વર્કશોપ વખતે અક્ષયે જણાવ્યું હતું.ચીન અને સિંગાપોરમાં માર્શલ આર્ટ ટ્રેનિંગ ફરજિયાત છે અને કોર્સ પછી સર્ટિ‌ફિકેટ આપવામાં આવે છે, એમ પોતાની યાદો તાજી કરતાં અક્ષયે જણાવ્યું હતું.

મુંબઈ પોલીસ સ્મિતા ઠાકરેની એનજીઓ મુક્તિ અને માર્શલ આર્ટ રશિયન નિષ્ણાતોના સહયોગથી નાયગાવ પોલીસ ગ્રાઉન્ડમાં એક દિવસની તોલપર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન સોમવારે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પાંત્રીસ જેટલી મહિ‌લા પોલીસ કોન્સ્ટેબલ્સ અને પ‌શ્ચિ‌મ રેલવેની લોકલ ટ્રેનોમાં ગાર્ડની ફરજ બજાવતી મુક્તિની બાર મહિ‌લા માર્શલ્સે ભાગ લીધો હતો. આ એક દિવસીય વર્કશોપમાં નાનકડા ચપ્પુ વડે ફાઈટ કરવાની ટેકનિક શીખવવામાં આવી હતી.મુક્તિ ફાઉન્ડેશનનું આ ખૂબ મોટું પગલું છે. મહિ‌લાઓએ પોતાની સુરક્ષા જાતે કરવી જોઈએ. મારા મતે ચપ્પુ વડે ફાઈટ કરવા તમને તાકાતની જરૂર નથી પણ હોશિયારીથી પરિસ્થિતિનો સામનો કરવાની આવડત જરૂરી છે.