તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય માટે હડતાળ પાડવાની ફરજ ન પાડો: સરકારને ચેતવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયન હોસ્પિટલમાં ડો. સમિધા ખંદારેનું એમડીઆર ટીબીથી અવસાન થયાની ઘટનાનો પ્રતિસાદ હવે જોર પકડવા લાગ્યો હોવાથી ડોક્ટરોના આરોગ્ય માટે આવશ્યક ઉપાયો ત્વરિત કરવામાં આવે તે માટે ફરીથી હડતાળ કરવાની ફરજ ન પાડો એવી જોરદાર ચીમકી મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરોનાં યુનિયન માર્ડે સરકારને આપી છે. રાજ્યભરમાં કુલ ૨પ નિવાસી ડોક્ટરો ટીબીથી પીડાતા હોવાથી દિવસોદિવસ પરિસ્થિતિ વધુ મુશ્કેલ થઈ હોવાનું માર્ડનું જણાવવું છે.

ડો. ખંદારેના અવસાન બાદ જનજાગૃતિ માટે માર્ડ અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને ૮થી ૧૪મી જુલાઈ દરમિયાન 'નર્ભિય ડો. સમિધા ખંદારે સ્મૃતિ સપ્તાહ’નું આયોજન કર્યું છે. આ સમયગાળા દરમિયાન રક્તદાન, પદયાત્રા, જૂથ ચર્ચા, સ્ટ્રીટ પ્લે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નિવાસી ડોક્ટરોના કામના કલાકો, ગંદકી ભરેલી હોસ્ટેલો અને અપૂરતું પોષણને લીધે નિવાસી ડોક્ટરો ટીબી જેવા ચેપી રોગના ભોગ બને છે. રાજ્યની મેડિકલ કોલેજોમાં હાલમાં ૨પ નિવાસી ડોક્ટરો ટીબીથી પીડાય છે તેમાંથી ૧પ સાયન હોસ્પિટલના છે, એમ માર્ડના અધ્યક્ષ ડો. સંતોષ વાઘચૌરેએ જણાવ્યું હતું. જ્યાં સુધી આ પરિસ્થિતિ બદલાય નહીં ત્યાં સુધી ડોક્ટરોએ આરોગ્ય સુધારવું અશકય છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. ડોક્ટરોને જો આ બીમારી થતી હોય તો સામાન્ય માનવીનો મેડિકલ વ્યવસ્થા પરથી વિશ્વાસ જ ઊઠી જશે એવો ભય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ટીબીએ ચેપી રોગ છે તે કેવળ ગરીબ વસતિમાં રહેતા રહેવાસીઓ માટે ચિંતાનો વિષય છે એમ સમજવું યોગ્ય નથી, એમ ઓપઝેવર રિસર્ચ ફાઉન્ડેશન મુંબઈના અધ્યક્ષ સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું. મુંબઈમાં દર વર્ષે હજારો દરદીઓ ટીબીમાં સપડાઈ મૃત્યુ પામે છે તેથી જનજાગૃતિ સિવાય આ પરિસ્થિતિ બદલાવાની નથી એમ તેમણે જણાવ્યું હતું. સોમવારે ૮ જુલાઈએ શ્રદ્ધાંજલિ સભા અને નાયર હોસ્પિટલમાં રક્તદાન શિબિરથી આ સપ્તાહની શરૂઆત થશે. રવિવાર, ૧૪મી જુલાઈએ ગ્રાન્ટ મેડિકલ કોલેજ જીમખાનાથી એનસીપીએ નરીમન પોઈન્ટ સુધી પદયાત્રા યોજાશે.

નિવાસી ડોક્ટરોની મેડિકલ જરૂરતોનું ધ્યાન રાખી ડોક્ટરો માટે હોસ્ટેલમાં સુવિધા, ઉપલબ્ધ રહેવાની જગ્યા અને અન્ય સગવડોમાં વધારો કરવાનો દાવો મુંબઈના મેયર સુનીલ પ્રભુએ કર્યો છે. ડોક્ટરોને મહાપાલિકા વતી ખપાનારા આહારમાં પ્રોટીન યુક્ત અને અધિક ગુણવત્તા યુક્ત આહાર આપવામાં આવશે અને ત્રણ માસમાં એકવાર મહાપાલિકાના નિવાસી ડોક્ટરોની મેડિકલ તપાસ કરાશે.