રાજ્યમાં તમામ ક્ષેત્રે હિન્દી, અંગ્રેજી સાથે મરાઠી ભાષા ફરજિયાત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: રાજ્યની કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં હિંદી, અંગ્રેજી સાથે મરાઠી ભાષા ફરજિયાત કરવામાં આવી હતી. બેંક, ટપાલ, વિમો, રેલવે, મેટ્રો, એરપોર્ટ જેવા વિવિધ ઠેકાણે મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત હશે એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. 


રાજ્ય સરકારના મરાઠી ભાષા વિભાગે 5 ડિસેમ્બરના પરિપત્ર કાઢ્યો હતો. રાજ્યમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રમુખોને પરિપત્રની નકલ મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકારના ત્રિભાષી સૂત્ર અનુસાર અંગ્રેજી અને હિંદી સાથે જ પ્રાદેશિક ભાષાનો એટલે કે રાજ્યમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવો ફરજિયાત છે. પણ રાજ્યમાં કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં મરાઠી ભાષાનો પૂરતો ઉપયોગ થતો નથી એવી ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. આ પાર્શ્વભૂમિ પર રાજ્ય સરકારે પરિપત્ર કાઢ્યો હતો. 


દુકાનો પરના પાટિયા મરાઠીમાં હોવા જોઈએ એના માટે આ પહેલાં 2009માં સરકારી નિર્ણય જારી કરવામાં આવ્યો હતો. પણ એ નિર્ણયની અમલબજાવણી થતી નથી. એ પછી મનસેએ દુકાનો પર મરાઠી પાટિયાઓ માટે આંદોલન કર્યું હતું. દુકાનો પર પાટિયા મરાઠીમાં ન હોય તો ઓછામાં ઓછા 1 હજાર અને વધુમાં વધુ 5 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. રાજ્યની જનતા સાથે કરવામાં આવતા પત્રવ્યવહારમાં, મૌખિક અને લેખિત વ્યવહારોમાં તથા વાતચીતમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવો એમ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...