હારની જવાબદારી સ્વીકારી માણિકરાવનું રાજીનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નબળો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારતા પ્રદેશાધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપું છું એમ માણિકરાવ ઠાકરેએ મંત્રાલયની નજીક આવેલા ગાંધી ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અપેક્ષા મુજબના પરિણામો આવ્યા નથી. કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારતા મેં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે રાજીનામુ મોકલ્યું છે. જનતાનો નિર્ણય અમને માન્ય હોઈ જનતાના નિર્ણય અનુસાર અમે વિરોધ પક્ષમાં બેસી કામ કરશું એમ ઠાકરેએ જણાવ્યું હતું.
રાજ્યમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. એ પછી બીજા ક્રમે શિવસેના રહી હતી. હરિયાણામાં ભૂપિંદરસિંહ હુડા પોતે જીત્યા હોવા છતાં કોંગ્રેસનો રકાસ થયો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.આ ચૂંટણીમાં જે ઉમેદવારો જીત્યા છે એમને અભિનંદન આપુ છું. નવી સરકારને મુબારકબાદી. હરિયાણા જે પ્રગતિ કરી રહ્યું છે એ યથાવત રહેશે એવી આશા રાખુ છું એમ તેમણે જણાવ્યું હતું.