તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રો બન્યા હેવાન: ધનતેરસની પૂજા બાદ સામૂહિ‌ક દુષ્કર્મ કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષની કમનસીબ શરૂઆત : દુષ્કર્મ આચરનાર છમાંથી ત્રણ યુવાનોની ધરપકડ

પરિચયના દોસ્તો ધનતેરસ નિમિત્તે પૂજા માટે ઘરે આવવાનું આમંત્રણ એક સગીર વયની યુવતીને આપે છે અને આ યુવાનો તેમના સારા પરિચયના હોવાથી કિશોરી નિર્દોષ ભાવે તેમના ઘરે પૂજા માટે જાય છે અને તે પછી ઘટેલી ઘટનાથી ફરી એક વાર મુંબઈનું શિશ શરમથી ઝૂકી જાય છે. મહિ‌લા પ્રેસ ફોટોગ્રાફર સાથે શક્તિ મિલના અવાવરુ પરિસરમાં થયેલા સામૂહિ‌ક દુષ્કર્મની ઘટના હજી તાજી છે ત્યાં ગોરેગામમાં સગીરા ઉપર તેમના જ પરિચયના મિત્રોએ કરેલા સામૂહિ‌ક દુષ્કર્મથી સમગ્ર મુંબઈના નાગરિકો આઘાતની લાગણી અનુભવી રહ્યા છે.

પોલીસે ગયા શુક્રવારે બનેલી આ ઘટનાની ફરિયાદ અનેક ટાળાટાળ બાદ ગઈ કાલે નોંધી હતી અને સગીરાની દાદીની ફરિયાદ નોંધી છમાંથી ત્રણ નરાધમોને પકડી પાડયા હતા. બાકીના ત્રણ ફરાર છે અને તે સગીર વયના હોવાનું સગીરાના નિવેદનના આધારે પોલીસે જણાવ્યું છે. પકડાયેલા ત્રણ નરાધમોમાં વસીમ સૈયદ ઉર્ફે વસીમવટ્ટા (૨૩), યુવરાજ ઉર્ફે સૂર્યા સેલ્વન પિલ્લે (૧૯) અને શિવકુમાર ઉર્ફે કલવા વાડીલાલ વિશ્વકર્મા (૧૯) નામક ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે, જેમને થાણેના દિવા િવસ્તારમાંથી ઝડપી લેવાયા છે.

ધનતેરસની પૂજા માટે પોતાના ઓળખીતા મિત્રોએ આમંત્રણ આપ્યું હોવાથી તે ૧૬ વર્ષીય યુવતી મિત્રના ઘરે શુક્રવારે સાંજે ગઈ હતી. પૂજા પૂરી થયા બાદ તેના એક મિત્રે તેને કહ્યું હતું કે તે તેને ઘરે મૂકવા સાથે આવશે. તે પહેલાં તેને કેફી દ્રવ્ય ધરાવતું ઠંડું પીણું પિવડાવ્યું હતું. ઘરેથી નીકળતાં કિશોરીને ઘેન ચઢવા લાગી હતી અને તેની આ દશાનો લાભ લઈ તેને એક નર્જિન સ્થળે નરાધમ મિત્રો લઈ ગયા હતા અને તેની બેહોશીની હાલતમાં સામૂહિ‌ક દુષ્કર્મ આચર્યું હતું.

આ આઘાતના કારણે સગીરા રવિવાર સુધી કશું બોલી શકી નહોતી અને છેવટે તેણે હિંમત ભેગી કરી તેની દાદીને પોતાની ઉપર તેના જ મિત્રો દ્વારા કરાયેલા સામૂહિ‌ક દુષ્કર્મની ઘટના અંગે વિગતો જાણ કરી હતી. પોલીસે સગીરા યુવતીને મેડિકલ ટેસ્ટ માટે બોરીવલી સ્થિત મહાપાલિકા હોસ્પિટલમાં મોકલી હતી અને તેનો અહેવાલ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે એવી માહિ‌તી દિંડોશી પોલીસે આપી હતી.