મુંબઈ માલેગાંવ વિસ્ફોટ કેસ: ચાર સામે ચાર્જશીટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆઈએ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞાના નામનો ઉલ્લેખ નથી

વર્ષ ૨૦૦૬માં ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે ૩૭ જણના મૃત્યુ માટે કારણભૂત એવા બોમ્બ વિસ્ફોટોનું કહેવાતું કાવતરું ઘડવા અને એ માટેના કહેવાતા આયોજન અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જમણેરી ત્રાસવાદી જૂથના સભ્ય મનાતા ચાર વ્યક્તિઓ લોકેશ શર્મા (મુખ્ય શકમંદ), ધાનસિંહ, રાજેન્દ્ર ચૌધરી તથા મનોહર સામેનું આરોપનામુ (ચાર્જશીટ) બુધવારે વિશેષ અદાલતને સુપરત કર્યું હતું. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયેલા આ ચાર શખસો પર ભારતીય દંડસંહિ‌તા (આઈપીસી)ની હત્યા તેમજ અન્ય ગુના સંબંધી ક્લમો તેમજ એકસ્પ્લોઝિવ્સ એક્ટ હેઠળ આરોપ મુકાયા છે.

અગાઉ એનઆઈએના નિવેદનમાં જણાવાયું હતું કે હાલ નાસતા ફરતા અન્ય એક મુખ્ય શકમંદ રામચંદ્ર કલસાંગરાનું નામ પણ ૬૦ પાનાના આરોપનામામાં સામેલ છે. પરંતુ પછીથી એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે ૪૧ વર્ષીય કલસાંગરા ઉર્ફે રામજી, સંદીપ ડાંગે અને અમિત હાલકા સામે તપાસ હજુ ચાલી રહી છે. આ ત્રણેય શખસો નાસતા ફરે છે. એનઆઈએના આ પગલાને લીધે મુંબઈ પોલીસની મોટા ગજાની મનાતી ત્રાસવાદ વિરોધી ટુકડી અને સીબીઆઈ છોભિલા પડી ગયા છે. કારણ કે માલેગાંવના ઉક્ત વિસ્ફોટો સંદર્ભે એટીએસ તથા સીબીઆઈએ નવ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી હતી.

આગળ વાંચો વધુ અહેવાલ....

લોકેશ શર્મા, વર્ષ ૨૦૦૭ના સમઝૌતા એક્સપ્રેસના વિસ્ફોટના મુખ્ય કાવતરાબાજ