તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રના 4,000 ડોક્ટરોની બેમુદ્દતી હડતાળ, મંત્રીની બેઠક રહિ નિષ્ફળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)
-મંત્રી સાથે ત્રણ કલાક સુધી બેઠક છતાં હડતાળ કાયમ

મુંબઈ:વિદ્યાવેતનમાં વધારા સહિત અન્ય વિલંબિત માગણીઓ માટે રાજ્યના અંદાજે ચાર હજાર નિવાસી ડોક્ટરો ગુરુવારે સવારથી બેમુદત હડતાળ પર ગયા હતા. તબીબી શિક્ષણ મંત્રી વિનોદ તાવડેએ ‘માર્ડ’ના શિષ્ટમંડળ સાથે પરમદિવસે રાતના બેઠક યોજી હતી. જોકે આ બેઠકમાં કોઈ પણ ઉકેલ આવ્યો નહોતો. બુધવાર 1 જુલાઈ ‘ડોક્ટર ડે’ના દિને રાજ્યની દરેક સરકારી હોસ્પિટલના ડોક્ટરો કાળી પટ્ટી લગાડીને વિરોધ નોંધાવ્યો તેની રફ દુર્લક્ષ કરનારી રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો.

રાજ્યની 17 તબીબી મહાવિદ્યાલયમાં 4 હજાર નિવાસી ડોક્ટરોએ ગુરુવારે સવારે આઠ વાગ્યાથી હડતાળ પર ઊતરી ગયા હતા. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ’ (માર્ડ) સંગઠને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલને પીઠબળ આપ્યું છે. તેમાં મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલો સહિત રાજ્યની દરેક મેડિકલ કોલેજમાં નિવાસી ડોક્ટર સહભાગી થવાથી હજારો દર્દીઓની હાલત થઈ ગઈ હતી.મુંબઈના 1,500 ડોક્ટરો આ હડતાળમાં સહભાગી છે. આ હડતાળના લીધે મહાનગરપાલિકાની નાયર, કેઈએમ અને સાયન (લોકમાન્ય ટિળક હોસ્પિટલ) હોસ્પિટલોની સેવા પર માઠું પરિણામ પડ્યું હતું. અનેક સર્જરીઓ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બહારગામથી આવેલા દર્દીઓની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.
મંત્રી તાવડેની બેઠક બાદ પણ કોઈ ઉકેલ લાવી શકાયો નહીં
માર્ડ’ની બેમુદત હડતાળનો ઉકેલ લાવવા માટે બુધવારે સાંજે શિક્ષણમંત્રી વિનોદ તાવડે, સચિવ મેધા ગાડગીળની હાજરીમાં સેંટ્રલ માર્ડના પ્રતિનિધિની ત્રણ કલાક બેઠક યોજાઈ હતી. જોકે સરકાર તરફથી કોઈ નક્કર આશ્વાસન ન મળતાં માર્ડના ડોક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય કાયમ રાખ્યો હતો. આમાં વિદ્યાવેતનના મુદ્દા પર સરકાર હકારાત્મક ન હોવાનંુ જણાતાં માર્ડે બેઠક આગળ ચલાવી નહીં. વેતન વધારાનો પ્રસ્તાવ માન્ય થાય તો તબીબી શિક્ષણ ખાતાની અર્થસંકલ્પીય જોગવાઈ પર પ્રચંડ પરિણામ આવશે, કારણ કે હાલના બજેટમાં આ ખાતા માટે ફક્ત 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચાર હજાર ડોક્ટરના વિદ્યાવેતનમાં વધારો કરવામાં આવે તો રાજ્ય સરકાર પર અને ખાતા પર વાર્ષિક 200 કરોડનો બોજો આવશે. તેથી હડતાળ રોકવા બેઠક લેવા છતાં તાવડે નિર્ણય લઈ શક્યા નહોતા.

માગણીઓ શું છે?
નિવાસી ડોક્ટરોને વિદ્યાવેતનમાં વધારો કરવો, હોસ્પિટલના આયસીયુ, કેઝ્યુઅલ્ટીઝના પરિસરમાં સીસીટીવી કેમેરા બેસાડવા, ડોક્ટર પર દર્દીઓના સગાવાળા દ્વારા થતા હુમલા રોકવા માટે સુરક્ષા પૂરી પાડવી, ઓબીસી વિદ્યાર્થીઓની ફ્રીશિપ પાછી ચાલુ કરવી અને સરકારી બોન્ડમાંથી મુક્ત કરવાના પ્રમાણપત્ર સમયસર મળવા, એવી હડતાળ પર ગયેલા ડોક્ટરોની માગણી છે.
અન્ય સમાચારો પણ છે...