મહારાષ્ટ્ર રાજ્યનું ધો.૧૨નું ૭૨.પ૩%પરિણામ, વિદ્યાર્થિ‌નીઓએ બાજી મારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૭૮.૮૨ ટકા છોકરીઓ જ્યારે ૬૭.૮પ ટકા છોકરાઓ પાસ
કુલ ૧૨,૭૬,૩પ૬ વિદ્યાર્થીઓમાંથી ૯,૨પ, ૪૭૧ પાસ
મુંબઈનું પરિણામ ૬૯.૦૬ ટકા
જુનિયર કોલેજના પ્રોફેસરોની હડતાળ, પેપરમાં છબરડા, મોડેથી શરૂ થયેલી ઉત્તરપત્રિકાની તપાસણીનું કામ એવા આહવાન ઝીલતા રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળે માર્ચમાં લેવાયેલી બારમા ધોરણની પરીક્ષાનાં પરિણામ ગુરુવારે આખરે સમયસર જાહેર કર્યાં હતાં. બારમાનું રાજ્યનું પરિણામ આ વખતે ૭૨.પ૩ ટકા આવ્યું છે, જેને લીધે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું છે.
ગુરુવારે સવારે ૧૧ વાગ્યે મંડળની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વખતે વિદ્યાર્થિ‌નીઓએ બાજી મારી છે. પાસ થયેલા વિદ્યાર્થીમાં ૭૮.૮૨ ટકા વિદ્યાર્થિ‌ની છે, જ્યારે ૬૭.૮પ ટકા વિદ્યાર્થીઓ છે.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો..