તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ: બિહારના ‘સિંઘમ’ શિવદીપ લાંડે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર પોલીસમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: બિહાર પોલીસ દળમાં કાર્યરત દબંગ, સિંઘમ તરીકે ઓળખાતા આઈપીએસ અધિકારી શિવદીપ લાંડે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર પોલીસ દળમાં દેખાશે. અત્યારે બિરાહની રાજધાની પટણા ખાતે કાર્યરત લાંડેએ સ્વગૃહ રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર માટે અરજી કરી છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લાંડેની અરજીની નોંધ લીધી છે. ઉપરાંત રાજ્યના પોલીસ મહાસંચાલકને અરજીની પ્રક્રિયા વહેલીતકે પૂરી કરવા આદેશ આપ્યાનું જણાય છે.

બીઈ ઈલેક્ટ્રોનીક્સની ડિગ્રી મેળવનાર શિવદીપે મુંબઈમાં પ્રોફેસર તરીકે કેટલાક દિવસ નોકરી કર્યા પછી યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ કેન્દ્રિય ઉત્પાદન અને શુલ્ક વિભાગમાં જોડાયા હતા. કસ્ટમમાં તેમની પ્રથમ નિયુક્તી ઉત્પાદન શુલ્ક આયુક્ત તરીકે કોલકાતા એરપોર્ટ પર થઈ હતી. એ દરમિયાન તેઓ કેન્દ્રિય લોકસેવા આયોગની પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા. 2005માં બિહાર કેડરમાં આઈપીએશ અધિકારી તરીકે તેમની પસદંગી થઈ હતી.

પ્રથમ પોસ્ટિંગ બિહારના જમાલપુર જિલ્લાના મુંગેર ખાતે થઈ હતી. એ પછી તેમને પટણા શહેરમાં પોલીસ અધ્યક્ષ પદ પર નિમાયા હતા. પોતાની દબંગ કામગીરીને લીધે શિવદીપ પટણાના યુવાનો અને પ્રસારમાધ્યમો માટે હીરો બન્યા હતા. તેમની દબંગગીરીને લીધે પટણાના ગુનેગાર જગતને વેરવિખેર કર્યું હતું. તેમણે પટણામાં ગેરકાયદે વ્યવસાય, ગુંડાગિરી, ટપોરીઓની ટોળીઓ દૂર કરી હતી.

નક્સલી વિસ્તારોનો અનુભવ
શિવદીપની પ્રશિક્ષણાર્થી પોલીસ અધીક્ષક તરીકે બિહારના મુંગેર ખાતે પ્રથમ નિયુક્તી થઈ હતી. આ પરિસર નક્સલગ્રસ્ત તરીકે ઓળખાતો હતો. શિવદીપે અહીં સ્થાનિક લોકોને મળીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. એને લીધે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને શિવદીપે ગુનેગારોની કમર તોડી નાખી હતી.

વજનદાર નેતાના જમાઈ
આઈપીએસ શિવદીપ લાંડે શિવસેના નેતા અને જળસંપદા રાજ્યમંત્રી વિજય શિવતારેના જમાઈ છે. લાંડેએ બિહારના ગુનેગારી વિશ્વમાં ભય પેદા કર્યો છે. આવા ડેશિંગ અધિકારીની મહારાષ્ટ્રમાં જરૂર છે. શિવદીપે મહારાષ્ટ્રમાં ગુના અન્વેષણ વિભાગ અથવા એટીએસમાં કામ કરવું એવી અમારી ઈચ્છા છે એમ જણાવતા શિવતારેએ શિવદીપ પોતાના જમાઈ છે એનું અમને અભિમાન છે એમ જણાવ્યું હતું.

ટ્રાન્સફર માટે જનતાએ વિરોધ કર્યો
પટણામાં કાર્યવાહી રોકવા માટે શિવદીપ પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. પણ તેઓ નમ્યા નહોતા. તેથી થોડા સમય માટે તેમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. પણ શિવદીપની ટ્રાન્સફરના વિરોધમાં જનતા રસ્તા પર ઉતરી આવી હતી. તેથી નિતીશકુમારે ટ્રાન્સફર રદ કરવી પડી હતી.
અન્ય સમાચારો પણ છે...