તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રના ડેવલપરોનો નોટબંધીબાદ અચ્છે દિનનો આશાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 મુંબઈઃ નોટબંધી, રેરા અને જીએસટીના અમલ પછી મંદ પડેલા રિયલ એસ્ટેટમાં હવે નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે. આથી અચ્છે દિનની આશા ડેવલપરોમાં જાગી છે. ખાસ કરીને મુંબઈમાં 50 ટકાથી વધુ ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાથી વિકાસની ભરપૂર તકો અને આ ક્ષેત્ર માટે આગામી 15થી 20 વર્ષ સુધી વેપારની દષ્ટિએ અચ્છે દિન રહેશે, ઓમકારના ડાયરેક્ટરો દેવાંગ વર્મા અને ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું.
જોકે જીએસટી હજુ પણ નીચે આવવા જોઈએ, કારણ કે હાલ 12 ટકા જીએસટીનો ફટકો ગ્રાહકોને જ પડે છે.

 

જો આમાં રાહત મળે તો ગ્રાહકોનો પ્રતિસાદ વધશે. કોઈ પણ પ્રોજેક્ટમાં ડેવલપરની નાણાકીય સ્થિતિ, વિવિધ મંજૂરીઓની સ્થિતિ અને ગ્રાહકો માટે શું છે એ મહત્ત્વપૂર્ણ હોય છે, એમ તેમણે જણાવ્યું હતું. 
આના જ ભાગરૂપ રેરાના અમલ પછી શહેરની માઈક્રો માર્કેટમાં લોંચ થયેલા રહેણાક પ્રોજેક્ટને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ઓમકારના 30થી વધુ સુવિધા સાથેના 1200થી વધારે એપાર્ટમેન્ટના અંધેરીના ભાવિ રહેણાક પ્રોજેક્ટ પાસકોડ અંધેરી હાઈવે માટે ગ્રાહકો પાસેથી 1500થી વધુ ઇઓઆઇ (ઇરાદાપત્ર) મળ્યા તેનો આ દાખલો છે. આ બુટિક ઇન્વેન્ટરી ઓફર (અત્યારે 800થી વધારે યુનિટ) રેરાના અમલ પછી લોંચ થયેલો સૌથી મોટો રિયાલ્ટી પ્રોજેક્ટ છે.

અન્ય સમાચારો પણ છે...