મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું રાજીનામું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મુખ્યમંત્રીની ફાઇલ તસવીર)
- મહારાષ્ટ્રનું મહાભારત|ભાજપે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી
- એનસીપીએ ટેકો પાછો ખેંચી લેતા યુતિ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી

મુંબઈ: રાજ્યમાં આઘાડી સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી ભાજપે માગણી કરી તેના ગણતરીના કલાકોમાં જ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું. આને કારણે સત્તાનાં સૂત્રો રાજ્યપાલે સંભાળી લીધાં છે. પૃથ્વીરાજ ચવ્હાણના નેતૃત્વ હેઠળની સરકારને આપેલો ટેકો રાષ્ટ્રવાદી કોંગ્રેસે પાછો ખેંચી લીધો હોવાનો પત્ર રાષ્ટ્રવાદીના વિધાનસભાના નેતા અજિત પવારે રાજ્યપાલ કે. વિદ્યાસાગર રાવને આપ્યો હતો. એ સાથે અજિત પવાર સહિત રાષ્ટ્રવાદીના તમામ મંત્રીઓએ મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસની આઘાડી સરકાર લઘુમતીમાં આવી હોવાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું એવી માગણી વિધાનસભાના વિરોધી પક્ષના નેતા એકનાથ ખડસેએ કરી હતી. આ માટે ખડસેની આગેવાનીમાં ભાજપી નેતાઓએ રાજ્યપાલ રાવની મુલાકાત લઈ આવેદનપત્ર આપ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસે ગુરુવારે રાત્રે કોંગ્રેસ સાથેની 15 વર્ષ જૂની આઘાડી તોડી હોવાનું જાહેર કર્યું હતું. એ જ સમયે પૃથ્વીરાજ ચવ્હાણના નેતૃત્વ હેઠળની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હોવાની ઘોષણા કરી હતી. એ અનુસાર અજિત પવારે રાજ્યપાલની મુલાકાત લઈ ટેકો ખેંચી લીધો હોવા બાબતનો પત્ર આપ્યો હતો. તેથી પૃથ્વીરાજ ચવ્હાણની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. સરકાર લઘુમતીમાં આવવાથી વિરોધી પક્ષ ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...