• Gujarati News
  • Maharashtra 24 Per Cent Of The Schools In The Power Supply Is Not Completely

મહારાષ્ટ્રની ૨૪ ટકા શાળાઓમાં વીજ પુરવઠો સદંતર નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રની પ્રાથમિક શાળાઓમાંથી ફકત ૬૪.૩૩ ટકા શાળાઓમાં જ વીજળીનાં જોડાણો છે. તમામ શાળાઓનો વિચાર કરતાં ૭૫.૯૩ ટકા શાળાઓમાં વીજળીના જોડાણો છે. આમ ૨૪.૦૭ ટકા શાળાઓ અંધકારમય હોવાના આંકડા સરકારે જ આપ્યા છે.તાજેતરમાં પ્રકાશિત નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશને જિલ્લા માહિતી શિક્ષણ સર્વેક્ષણ અહેવાલમાં અપાયા છે.આ અહેવાલ મુજબ આખા દેશના શૈક્ષણિક સુવિધામાં શ્રેષ્ઠતાના રાજ્યોના ક્રમાંકોની યાદીમાં મહારાષ્ટ્રનો ક્રમ ૧૭મો હતો એ સુધરીને ‘૮’ પર આવ્યો છે. તેથી રાજ્યે આ ક્ષેત્રે ઘણા સુધારા કરવાની જરૂર છે. તાજી આંકડાવારી શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ની છે.

એ પૂર્વે છેલ્લા બે શૈક્ષણિક વર્ષોની તુલનામાં વીજપુરવઠો ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે. પરંતુ હજુ સુધી પ્રાથમિક સ્તરની ૩૫ ટકા અને તમામ શાળાઓમાં ૨૪ ટકા શાળાઓમાં વીજપુરવઠો નહીં હોવાથી વિદ્યાર્થીઓએ ચોમાસામાં અંધારામાં અને ઉનાળામાં પરસેવે રેબઝેબ થઈને ભણવું પડે છે.દેશના અન્ય રાજ્યોનો તુલનાત્મક વિચાર કરતાં ૮૫થી ૯૦ ટકા કરતાં વધારે શાળાઓમાં વીજપુરવઠો હોય એવા રાજ્યોમાં દક્ષિણના તામિલનાડુ, કેરળ, લક્ષ્યદ્વીપ, પોંડિચેરી તથા ઉત્તરના પંજાબ ચંડીગઢ, હરિયાણા અને દિલ્હીનો સમાવેશ છે.મહારાષ્ટ્રની સાવ પાડોશમાં ગુજરાત, ગોવા, આંધ્ર પ્રદેશ અને કણૉટકની સ્થિતિ પણ વધુ સારી છે. રાજ્યમાં વીજપુરવઠો ધરાવતી શાળાઓની ટકાવારી વર્ષ ૨૦૦૯-૧૦માં ૫૮.૩૧ ટકા (પ્રાથમિક) અને ૭૧.૭૩ ટકા (તમામ), વર્ષ ૨૦૧૦-૧૧માં ૬૧.૨૩ ટકા (પ્રાથમિક) અને ૭૪.૦૫ ટકા (તમામ), વર્ષ ૨૦૧૧-૧૨માં ૬૪.૩૩ ટકા (પ્રાથમિક) અને ૭૫.૯૩ ટકા (તમામ)નો સમાવેશ છે.