તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા-રાજ્યસભામાં કોપર્ડી દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ અહમદનગર જિલ્લામાં થયેલી સગીર વયની કન્યા સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા મહારાષ્ટ્ર વિધાનસભા સાથે રાજ્યસભામાં પણ પડ્યા હતા. રાજ્યસભા અને વિધાનસભામાં આ મુદ્દે ભારે ધાંધલ મચી હતી. વિધાનસભામાં વિપક્ષે રાજ્યમાં ગૃહખાતુ મુખ્યમંત્રી પાસેથી લઈને તેનો હવાલો અન્ય કોઈ મંત્રઈને સ્વતંત્રરીતે ફાળવવા માગ કરી છે. મુખ્યમંત્રી પાસે કામનો વ્યાપ વિશાળ છે. તેમણે રાજ્યને સ્વતંત્ર ગૃહમંત્રી આપવા જોઈએ એવી માગણી કરતા દેવેન્દ્ર ફડણવીસને તેમના સહકારીઓ પર વિશ્વાસ નથી કે શું એવો સવાલ અજિત પવારે કર્યો હતો.
કોપર્ડી દુષ્કર્મ કેસમાં કોર્ટમાં સરકાર મૃત્યુદંડની વિનંતી કરશે: મુખ્ય મંત્રી

કોપર્ડી દુષ્કર્મ મુદ્દે રાજ્યસભામાં આ મુદ્દો રજની પાટીલે ઉપસ્થિત કર્યો હતો તો વિધાનસભામાં સગીર વયની કન્યા પર થયેલા સામૂહિક દુષ્કર્મ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. આ વખતે વિરોધ પક્ષે મુખ્ય મંત્રીને સાણસામાં લીધા હતા.
રાજ્યમાં સ્વતંત્ર ગૃહમંત્રી જરૂરી : વિપક્ષ

રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓમાં બમણો વધારો થયો હોવાનો આરોપ કરતા વિરોધ પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના જૂથ નેતા અજિત પવારે રાજ્ય માટે સ્વતંત્ર ગૃહમંત્રી જોઈએ એમ જણાવ્યું હતું. વિખે પાટીલે બે વર્ષના ગુનાખોરીના આંકડા રજૂ કર્યા હતા.

દરમિયાન કોપર્ડી દુષ્કર્મ અને હત્યા કેસમાં વિરોધી પક્ષના નેતાઓએ વિધાનસભામાં આરોપોની ઝડીઓ વરસાવ્યા પછી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપતાં જણાવ્યું હતું કે જો આરોપી કસૂરવાર સાબિત થાય તો તેને મૃત્યુદંડની સજા કરવા માટે કોર્ટને વિનંતી કરાશે. આવા આરોપીને ફાંસીએ લટકાવવામાં આવે તો જ રાજ્યમાં અચૂક સંદેશ પહોંચશે. આ અત્યંત ગંભીર ગુનો છે. ડીએનએ પુરાવા વૈજ્ઞાનિક પુરાવા છે અને તે આરોપીને કસૂરવાર સાબિત કરવામાં મદદરૂપ થશે. આગામી 4થી 6 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સહિતની પાંચ સભ્યની ટીમને મદદરૂપ થવા માટે રોકવામાં આવશે.

આ કેસમાં સુનાવણીઓ મોકૂફ નહીં થાય તેનું પણ ધ્યાન રખાશે. આ સાથે લોકોને પણ આ મામલે આક્રોશ નહીં ફેલાવવા માટે મારો અનુરોધ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોપર્ડી કેસમાં પોલીસ નિષ્ફળ : પવાર

કોપર્ડી પ્રકરણમાં પોલીસ નિષ્ફળ ઠરી હોવાનો આરોપ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના જૂથ નેતા અજિત પવારે ચર્ચા વખતે કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી રામ શિંદેએ દોષી પોલીસની બદલી કરવામાં આવશે એમ જણાવ્યું છે પણ એ પૂરતું નથી એમ પવારે જણાવ્યું હતું. રાજ્યનો ગુપ્તચર વિભાગ નિષ્ફળ થયો છે એવો આરોપ તેમણે કર્યો હતો. પોલીસની બદલીઓ કરીને કંઈ જ થશે નહીં. આવા પોલીસ બદલી મુજબ અન્ય ઠેકાણે જશે તો ત્યાં કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન નિર્માણ થશે. આવા પોલીસ પર કાર્યવાહી થવી જોઈએ. આજે કોપર્ડીમાં ભયનું વાતાવરણ છે. છોકરીઓ સ્કૂલમાં જતા ગભરાય છે. મહિલાઓ ખેતરમાં જવા ગભરાય છે એમ પવારે જણાવ્યું હતું.

મરાઠવાડામાં ઉગ્ર આંદોલન

આ ઘટનાને લીધે ઔરંગાબાદમાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. સંતપ્ત ટોળાએ એપીઆઈ કોર્નર ખાતે રાજ્ય પરિવહન મહામંડળની બસની તોડફોડ કરી હતી. જાલનામાં બસ ડેપોની એક બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંને ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. વિવિધ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ કરતાં આરોપીઓને ફાંસી પર લટકાવવાની માગણી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો