હાર્ટ એટેક કરતાં લેગ એટેક વધુ જોખમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- હાર્ટ એટેક કરતાં લેગ એટેક વધુ જોખમી
- લેગ એટેક પગની વાહિનીઓમાં બ્લોકેજ આવે ત્યારે ઉદભવે છે
- લેગ એટેક જીવલેણ પણ સાબિત થઈ શકે
- જોખમી બને તે પહેલાં નિદાન જરૂરી હોવા પર ભાર મૂકાયો
મુંબઈ : હાર્ટ એટેક વિશે મોટા ભાગના લોકો વાકેફ છે, પરંતુ લેગ એટેકની સ્થિતિ વિશે બહુ ઓછા લોકોને જાણકારી છે. હાર્ટ એટેકની જેમ જ લેગ એટેક પગની વાહિનીઓમાં બ્લોકેજ આવે ત્યારે ઉદભવે છે. ડાયાબીટીસના દરદી, 50થી વધુ ઉંમર, ધૂમ્રપાનની લત ધરાવનારને પેરિફેરલ વેસ્ક્યુલર રોગો ઉદભવવાનું ઉચ્ચ જોખમ હોય છે અને લેગ એટેક તેમાંથી જ એક છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે લેગ એટેક અત્યંત સામાન્ય વેસ્કયુલર રોગ છે અને તે ભવિષ્યમાં સ્ટ્રોક કે પગ કાપવાની પણ નોબત લાવી શકે છે.

પેરિફેરલ વેસ્ક્યુલર રોગો પરના ઘણા બધા નિષ્ણાત ડોક્ટરોને લાગે છે કે તેના તીવ્ર જોખમ છતાં મોટા ભાગના કિસ્સા રોગ છેલ્લે તબક્કે પહોંચે ત્યાં સુધી તેનું નિદાન જ થયેલું હોતું નથી, એમ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના વેસ્ક્યુલર સર્જન ડો. આર. શેખરે જણાવ્યું હતું.પગની સમસ્યા ડાયાબીટીસ મેલાયટસમાં હોસ્પિટલાઈઝેશનનું મુખ્ય કારણ છે, જેને લીધે વાર્ષિક કરોડો રૂપિયા ખર્ચ થવા સાથે ગંભીર મરણાધીનતા અને અને માંદલાપણું પણ પ્રેરિત થાય છે. લેગ એટેક ખતરનાક છે.
કારણ કે તે પગ સાથે દરદીના જીવનને પણ જોખમમાં મૂકે છે. આ હુમલો શરીરના ભાગોમાં ધમનીઓમાં બ્લોકેજ પેદા કરી શકે છે તેમ ડો. શેખરે જણાવ્યું હતું.દરદીના હાર્ટમાં ધમની બ્લોકેજ હોય તે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હોય, જે સંકેત આપે છે કે 30 ટકા શક્યતા એવી હોય છે કે દરદીના શરીરના અન્ય ભાગોમાં વેસ્ક્યુલર રોગ હોઈ શકે છે. જોકે પગમાં ધમનીનું બ્લોકેજ એવો સંકેત આપે છે કે શરીરના અન્ય ભાગોમાં વેસ્ક્યુલર રોગ હોવાની 60થી 70 ટકા તકો હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.
વહેલું નિદાન અને જાગૃતિ વધારતાં લેગ એટેક ટાળવામાં મદદરૂપ થઈ શકે છે. આરંભિક તબક્કામાં યોગ્ય દવાઓ અને દરદી પાત્ર વેસ્ક્યુલર સર્જન પાસે જાય તો આસાન જીવનશૈલી સુધારણા સાથે તેનો આસાનીથી ઉપચાર થઈ શકે છે. તે કલર ડોપલર ટેસ્ટનો ઉપયોગ કરીને નિદાન કરાય છે, જે ઈમેજિંગ ટેક્નિક રક્તવાહિનીઓની અંદર જોવામાં મદદરૂપ થાય છે. એ સ્થાપિત સત્ય છે કે સર્વ ડાયાબીટીસના દરદીમાં 15 ટકાને અમુક સમયે ગંભીર પગની સમસ્યા પેદા થઈ શકે અથવા અન્યોનો પગ અથવા જીવન જોખમમાં મુકાઈ શકે છે.
ધમનીના રોગ સાથેના ડાયાબીટીસના દરદીઓમાં પગ કાપવો પડવાનું જોખમ અત્યંત ઉચ્ચ છે, કારણ કે આમાંથી ઘણા બધા દરદીઓને સંકળાયેલી ન્યુરોપેથી હોય છે અને તેથી દર્દ મહેસૂસ કરવાની કે શરીરનો તે ભાગ જૂઠો પડ્યો હોય તે મહેસૂસ કરવાની ક્ષમતા ગુમાવે છે. આવા દરદીઓને દર્દહીન એવા જૂતા ખૂંચવા જેવી અજુગતી ઈજાથી પગમાં ઈજા થાય છે, જે ડોક્ટર પાસે મોડેથી ચેપી સાજી ન થતી ઈજા તરીકે રજૂ કરાય છે. આવા દરદીઓની નોંધનીય ટકાવારીને યોગ્ય સંભાળ મેળવવામાં વિલંબને લીધે પગ ગુમાવવાનો વારો આવી શકે છે, એમ ડો. આર. શેખરે જણાવ્યું હતું.