૨૦૦ મહિ‌લા બીટ માર્શલને ચોરોને પકડવાની તાલીમ અપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૨૦૦ મહિ‌લા બીટ માર્શલને ચોરોને પકડવાની તાલીમ અપાઈ
- ટુંક સમયમાં મુંબઇમાં હવે મહિલા પોલીસ બાઇક પર પેટ્રોલિંગ કરતી જોવા મળશે

મહિ‌લાને વધારે સુરક્ષિત અને સક્ષમ કરવા માટે હવે મહિ‌લા કોન્સ્ટેબલો બાઈક ઉપર સવાર થઈ મુંબઈમાં પેટ્રોલિંગ કરશે. આ માટે લગભગ ૨૦૦ મહિ‌લા કોન્સ્ટેબલને બાઈક ચલાવવાનું શીખવવામાં આવી રહ્યું છે. આ મહિ‌લા કોન્સ્ટેબલ બીટ માર્શલ પ્રમાણે જ શહેરમાં કાર્યરત રહેવાની છે. આની મૂળ કલ્પના પોલીસ કમિશનર રાકેશ મારિયાની હોઈ તે અંતર્ગત હાલ આ મહિ‌લા કોન્સ્ટેબલોને બાઈક ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેની સાથે મહિ‌લા કોન્સ્ટેબલોને ચોરોને પકડવા, શસ્ત્ર ચલાવવાં એવી વિવિધ પ્રકારની તાલીમ પણ આપવામાં આવી રહી છે. ગયા કેટલાક દિવસોથી આ ટ્રેનિંગ વર્ગ શરૂ થયા છે. તે હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે, એમ સૂત્રો દ્વારા જણાવવામા આવી રહ્યું છે.
આગળ વાંચો, ભીડભાડવાળા વિસ્તારોમાં મુંબઇ મહિલા પોલીસ બાઇક દ્વારા પેટ્રોલિંગ કરશે.....